વડોદરા: વડોદરા ગેસ લિમિટેડ પાઇપલાઇન ગેસના બાકી નાણાંની વસૂલાત કરવા માટે અધિકારીઓ અને પોલીસને સાથે રાખીને સીટી વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. પાંચ વર્ષથી વધુ સમયથી ગેસ બિલના નાણાં ન ભર્યા હોય તેવા 29 કનેક્શન રદ કર્યા હતા. અને અનઅધિકૃત વપરાશ કરનાર 2 ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ બીલના નાણાં ન ભરનારની સામે ગઇકાલથી જ કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
આશરે ત્રણ લાખથી વધુની વસુલાત કરવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની ગઢી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે બાકી નીકળતા રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવી હતી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાઇપલાઇન ગેસના નાણા બાકી હોય તેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુરૂવારના રોજથી વડોદરા શહેરના સીટી વિસ્તારમાંના અધિકારીઓ અને પોલીસને સાથે રાખીને ગેસના કનેક્શનનો કટ કરવામાં આવ્યા હતા.
તદુપરાંત પાંચ વર્ષથી વધુ સમયથી ગેસના બિલના નાણાં બાકી હોય તેવા કલેક્શન રદ કરવામાં આવ્યા હતા. ફક્ત ગેસના જ બિલ નહિ પરંતુ દેશના અને શહેરના એક નાગરિક તરીકે આપણી ફરજ માં આવે છે કે, જે પણ સેવાઓ આપણે મેળવી રહ્યા છે, તે તમામ વસ્તુઓના બિલ સમયસર ભરવા એ આપણી એક નૈતિક ફરજ છે જેને ક્યારેય પણ ચૂકવી જોઈએ નહીં.
જેમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવા બે મીટર બદલવામાં આવ્યા હતા. અને અનઅધિકૃત વપરાશ કરનાર બે કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા હતા. પાંચ લાખની વસૂલાત સામે અધિકારીઓએ ત્રણ લાખથી વધુની વસુલાત કરવામાં આવી હતી. આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં ગેસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. જો આવનારા સમયમાં પણ આ જ રીતે લોકો ગેસના બિલ નહીં ભરે તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર