Home /News /madhya-gujarat /રાજ્યમાં 10 કરોડથી વધુ ડોઝના કોરોના રસીકરણની સિદ્ધિની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી ઉજવણી
રાજ્યમાં 10 કરોડથી વધુ ડોઝના કોરોના રસીકરણની સિદ્ધિની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી ઉજવણી
વડોદરા જિલ્લાએ 24.40 લાખ ડોઝના રસીકરણ વડે આપ્યું યોગદાન....
વેગવાન રસીકરણ અભિયાન હાથ ધરીને ગુજરાતે એક વર્ષ જેટલા સમયમાં 10 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ કર્યું છે. તેમાં વડોદરા જિલ્લાએ 24,40,140 ડોઝનું રસીકરણ આજ દિન સુધીમાં પૂરું કરીને યોગદાન આપ્યું છે.
વડોદરા: વેગવાન રસીકરણ અભિયાન (Vaccination Campaign) હાથ ધરીને ગુજરાતે એક વર્ષ જેટલા સમયમાં 10 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ કર્યું છે. તેમાં વડોદરા (Vadodara) જિલ્લાએ 24,40,140 ડોઝનું રસીકરણ અત્યાર સુધીમાં પૂરું કરીને યોગદાન આપ્યું છે. સગર્ભાઓ અને શિશુઓ/ બાળકોને સમયાંતરે મળવાપાત્ર રસીઓ આપવાનું ચાલુ રાખીને જિલ્લા આરોગ્ય તંત્રે (District Health System) કોરોના રસીકરણ કર્યું છે.
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતમાં રંગોળી સજાવીને રાજ્યની આ સિદ્ધિને વધાવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન અને આરોગ્ય અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જિલ્લામાં પહેલા અને બીજા ડોઝ ઉપરાંત તકેદારી ડોઝનું રસીકરણ નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના રસી મૂકવાની કામગીરી અવિરત ચાલી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, મંગળવારના રોજ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 15 થી 17 વર્ષની ઉંમરના 179 તરુણો તથા 18 થી 44 ના 90, 45 થી 59 ના 03 મળીને કુલ 271 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. અત્યાર સુધીમાં 12,13,320 લોકો એ પહેલો ડોઝ લીધો છે.
જિલ્લામાં વિવિધ જૂથોના 4080 લોકોએ બીજો ડોઝ લેતાં, બીજો ડોઝ લેનારાઓની કુલ સંખ્યા વધીને 11,86,338 થઈ છે. જિલ્લામાં આજે 15 થી 17 વર્ષની ઉંમરના વધુ 3743 તરુણો એ રસીનો બીજો ડોઝ લઈ સુરક્ષા ચક્ર પૂરું કર્યું છે. તેની સાથે બંને ડોઝ પૂરા કરનાર તરુણોની સંખ્યા વધીને 34,106થઈ છે.
જિલ્લામાં પાત્રતા ધરાવતા લોકોને ત્રીજા તકેદારી ડોઝની રસી આપવામાં આવી રહી છે. તેના હેઠળ 60 કે તેથી વધુ ઉંમરના 711 વડીલો સહિત કુલ 947 લોકોએ ત્રીજો ડોઝ લીધો અને આ શ્રેણીમાં કુલ સંખ્યા વધીને 40,482 થઈ. આમ, જિલ્લામાં કુલ 5298 લોકોએ પહેલો, બીજો અથવા ત્રીજો ડોઝ લેતાં રસી સુરક્ષિત લોકોની કુલ સંખ્યા વધીને 24,40,140 થઈ છે.