Home /News /madhya-gujarat /

Vadodara નું ગૌરવ: બ્રિંન્દા શિંદે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપ મેળવી અનોખી સિદ્ધિ

Vadodara નું ગૌરવ: બ્રિંન્દા શિંદે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપ મેળવી અનોખી સિદ્ધિ

બ્રિંદાનો

બ્રિંદાનો ધ્યેય તો ઓલમ્પિક રમી, દેશ માટે મેડલ લાવવાનો છે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના (Sports Authority of Gujarat) વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલીમ મેળવનાર બ્રિંન્દા શિંદે ઓલ ઇન્ડીયા નેશનલ 

    વડોદરા: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના (Sports Authority of Gujarat) વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલીમ મેળવનાર બ્રિંન્દા શિંદે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપના (All India National Badminton Champion) અંડર 17 સબ જુનીયર ગ્રુપ ડબલમાં તૃતીય સ્થાને રહી વડોદરાના ગૌરવમાં વધારો કર્યો છે. બ્રિંદા 6 વર્ષની હતી, ત્યારથી રમવાનું શરૂ કર્યું હતું. તથા બ્રિંદાનો ધ્યેય તો ઓલમ્પિક (Olympics) રમી, દેશ માટે મેડલ લાવવાનો છે.

    આ પણ વાંચો: અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી જરૂરી

    બાલ્યાવસ્થાથી અભ્યાસની સાથે સાથે જ બેડમિન્ટનમાં રુચિ ધરાવતી બ્રિન્દા શિંદેનો ઉત્સાહ જોઈ તેના પરિવારે તેને બેડમિન્ટનના કોચિંગ માટે સૌપ્રથમ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મૂકી હતી. બસ પછી તો પૂછવું જ શું સફળ કોચના માર્ગદર્શન હેઠળ બ્રિન્દાને એક પછી એક સફળતાની સીડીઓ ચઢવાનો મોકો મળ્યો અને હાલમાં હૈદરાબાદની ગોપીચંદ એકેડમી ખાતે યોગ્ય તાલીમ લઇ રહી છે. હરિયાણાના પંચકુલા ખાતે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપ યોજાઈ હતી. વય જૂથ અંડર-17 ડબલ ઇવેંટમાં સેમી ફાઇનલ સુધી પહોચવાની સિદ્ધિ બ્રીંદા એ મેળવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Sports news, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર