Home /News /madhya-gujarat /

છોટાઉદેપુરનાં ACF રૂ 35,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયા

છોટાઉદેપુરનાં ACF રૂ 35,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયા

પ્રતિકાત્મક તસવીર

ફરીયાદીનાં પુત્રના શો-મીલના લાયસન્સ કાઢી આપવા બાબતે આરોપી જ્યોતિષ મણીલાલ મેન્ગર નાઓએ રૂ.૭૫,૦૦૦/- ની માંગણી કરેલી હતી. જેમાં પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવા જણાવી બાકીના કામ પુરૂ થયા પછી આપવા જણાવ્યું હતું.

    છોટાઉદેપુરનાં આસીસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) અથવા તો મદદનીશ વનસરંક્ષક જ્યોતિષ મણીલાલ મેંગર (55), (રહે. ગાયત્રી ડુપ્લેક્ષ, હરીયાળી હોટેલની સામે, વડોદરા) રૂ 35,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

    એન્ટી કરપ્સન બ્યુરોમાંથી મળતી માહિતી મુજબ, ફરીયાદીનાં પુત્રના શો-મીલના લાયસન્સ કાઢી આપવા બાબતે આરોપી જ્યોતિષ મણીલાલ મેન્ગર નાઓએ રૂ.૭૫,૦૦૦/- ની માંગણી કરેલી હતી. જેમાં પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવા જણાવી બાકીના કામ પુરૂ થયા પછી આપવા જણાવ્યું હતું. જેથી ફરીયાદી આરોપીને લાંચની રકમ આપવા માંગતા ન હોય વડોદરા શહેર એ.સી.બી. વડોદરા ખાતે ફરીયાદ કરી હતી અને ફરીયાદીની ફરીયાદનાં આધારે શનિવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

    આ પણ વાંચો: CBI લાંચ વિવાદઃ પરસોત્તમ સોલંકીના PAનું નામ ખુલતા ખળભળાટ

    આ છટકામાં મદદનનીશ વન સરંક્ષક જ્યોતિષ મણીલાલ મેંગર ફરીયાદી પાસેથી રૂ.૩૫,૦૦૦/- ની માંગણી કરી હતી અને આ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા હતા.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ લાંચ અંગેની ટ્રેપ વડોદરામાં શનિવારનાં રોજ ગોઠવાઇ હતી. આ ટ્રેપ કરનાર અધિકારી એસ.પી. કહાર (પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા, એ.સી.બી) હતા.  વન વિભાગમાં મદદનીશ વનસરંક્ષકની પોસ્ટ વર્ગ-2માં આવે છે.

    બેંક-તલાટીની નોકરી માટે લોકો 25 લાખની લાંચ આપે છે: હાર્દિક પટેલ
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: એસીબી, ટ્રેપ, ભ્રષ્ટાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन