આરોપીને ભરૂચ જિલ્લાના વાલીયાથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.
અંકલેશ્વરનો નવાડિયા ટેકરી ફળિયાનો રહેવાસી અનિલ અરવિંદ વસાવા, જેની ઉંમર 34 વર્ષ છે. તેની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. તે દરમિયાન આરોપીને ખેંચ આવતી હોવાથી તેની સારવાર માટે 12મી જાન્યુઆરી એ સયાજી હોસ્પિટલમાં પોલીસ જપતામાં દાખલ કરવામાં આવ્યો હતો.
વડોદરા: શહેરના સયાજી હોસ્પિટલમાં વોર્ડ નંબર 20માં સારવાર હેઠળનો આરોપીને ભગાડી મૂકવાના બનાવ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી જાપ્તાના ચારેય પોલીસ કર્મચારીઓની ફરજમાં નિષ્કાળજી સેવવા બદલ તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન માં ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા આરોપીને ભરૂચ જિલ્લાના વાલીયાથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.
અંકલેશ્વરનો નવાડિયા ટેકરી ફળિયાનો રહેવાસી અનિલ અરવિંદ વસાવા, જેની ઉંમર 34 વર્ષ છે. તેની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. તે દરમિયાન આરોપીને ખેંચ આવતી હોવાથી તેની સારવાર માટે 12મી જાન્યુઆરી એ સયાજી હોસ્પિટલમાં પોલીસ જપતામાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના જાપતામાં હેકો ભારસિંગ છગનભાઈ રાઠવા, એલ.આર.ડી. સુરેશ ભૂરા રાજપુત, હરેશ ઘનશ્યામભાઈ સોલંકી અને સુરેશ ધનરાજ ચૌધરીનો સમાવેશ થાય છે.
16મી જાન્યુઆરીની રાતે 08:00 કલાકે એલ.આર.ડી સુરેશ રાજપુત ફરજ ઉપર હતા. પેરામેડિકલ સ્ટાફ જણાવ્યું હતું કે સુરેશ રાજપુત આરોપીને લઇને બાથરૂમ બાજુ ગયા હતા, તને ત્યારબાદથી બંને પરત આવ્યા નહીં. આરોપી ભાગી જતા પોલીસ અધિકારીઓ સયાજી હોસ્પિટલમાં દોડી આવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એલ.આર.ડી સુરેશ રાજપૂત તેને ઘરની બહાર લઈ ગયા હતા. જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર આવ્યા જ ન હતા.
આમ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ફરજ બજાવનાર નર્સ સોનાલી જતીનભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, તેણી 8 વાગે ફરજ પર આવી હતી. ત્યારે એક જ પોલીસ કર્મી હાજર હતા. તથા એલ.આર.ડી સુરેશ રાજપૂત પડી ગયા હોવાથી તેમને પગમાં ઇજા થઇ હતી અને તેમનું ડ્રેસિંગ પણ કરી આપ્યું હતું. આમ સારી કર્મચારીઓ વિરુદ્ધ ફરજમાં નિષ્કાળજી હોવાથી આરોપી ભાગી છૂટવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અંતે ગઈકાલ રાત્રે વાલીયાથી ભાગી છૂટેલા આરોપી અનિલ ઉર્ફ માઈકલને ઝડપી પાડયો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર