Home /News /madhya-gujarat /

શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીની વડોદરામાં આંખની સફળ સર્જરી, શ્વાને બચકું ભરી ફોડી હતી આંખ

શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીની વડોદરામાં આંખની સફળ સર્જરી, શ્વાને બચકું ભરી ફોડી હતી આંખ

શ્વાને બચકું ભરતા બાળકીની ડાબી આંખની નીચેની પાંપણ અને આંસુ લઈ જતી નળીને ઈજા...

દાહોદના બોરવણી ગામના રહેવાસી અને પાદરા પાસે મજૂરી કામ કરી પેટિયું રડતાં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા ડાબી આંખની નીચેની પાંપણ ફાટી ગઈ હતી. તેમજ આંસુ લઈ જતી નળીમાં પણ ઈજાઓ પહોંચી હતી. 

  વડોદરા: દાહોદના (Dahod) બોરવણી ગામના (Borvani Village) રહેવાસી અને પાદરા પાસે મજૂરી કામ કરી પેટિયું રડતાં શ્રમજીવી પરિવારની (Working Class Family) ત્રણ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા ડાબી આંખની નીચેની પાંપણ ફાટી ગઈ હતી. તેમજ આંસુ લઈ જતી નળીમાં પણ ઈજાઓ પહોંચી હતી. જે બાળકીની શહેરના જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી (Gotri Hospital) ખાતે આંખ વિભાગના તબીબો દ્વારા સફળ સર્જરી કરી બાળકીની આંખ બચાવી લેવાતા બાળકીના માતાપિતાએ હોસ્પિટલમાં મળેલી સગવડ અને સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

  વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોની ઘનિષ્ઠ અને સંકલિત પ્રયાસો થકી કરવામાં આવેલી સફળ સર્જરીથી શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીની આંખ બચાવી લેતા પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લાના બોરવણી ગામ ખાતે રહેતા નરેશભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ તેઓ મજૂરી કામ અર્થે પોતાની ત્રણ વર્ષની બાળકી અને પત્નિ સાથે ભાયલી પાદરા રોડ પર ચાલતી કન્સ્ટ્રકશનની સાઈટ પર મજૂરી કામ કરે છે.

  ગત શનિવારે તેમની બાળકી રમી રહી હતી. તે દરમિયાન એક શ્વાને તેને મોઢા પર બચકું ભરી લેતા મોઢાના ભાગે ડાબી આંખ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી શ્રમજીવી પરિવાર ઘાયલ બાળકીને લઈ તુરત સારવાર અર્થે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે લઈ આવતા હોસ્પિટલની આંખના તપાસની ઓપીડી ઓપથેમોલોજીમાં ફરજ પરના તબીબોએ ક્ષણિક ભરની રાહ જોયા વિના તુરંત સારવાર શરૂ કરી દીધી હતી.

  આ અંગે આંખ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. હિના રાદડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની બાળકી હતી.જેને ડોગ બાઈટ ને લીધે આંખની નીચેની પાંપણ હોય તે આખી ફાટી ગઈ હતી. સાથે સાથે આંખની જે આંસુ લઈ જતી નળી હોય તેને પણ ડેમેજ થયું હતું. એટલે એનું અહીં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આંખનું જે ફંક્શન છે. પાણીને ડ્રેન કરવાનું આંસુને ડ્રેન કરવાનું અને એને પણ ફરીથી રિપેર કરવામાં આવ્યું છે. અને કોસ્મેટિકલી પણ આંખની નીચેની પાંપણને વ્યવસ્થિત એકદમ બારીક ટાંકા લઈને રિપેર કરવામાં આવી છે. જેથી કરીને ભવિષ્યમાં એ જગ્યાએ કોઈ ડાઘ રહી જવાનો પ્રોબ્લેમ ન થાય અને બીજું કે આંખમાંથી પાણી પડવાની પણ ત્યાં ભવિષ્યમાં કોઈ એ પ્રકારની તકલીફ ન રહે તેવી રીતે ઓપરેશન કરવામાં આવ્યું છે.

   આ પણ વાંચો: યૂપીમાં ચૂંટણી પરિણામ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રિયા

  હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.અશ્વિનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષની બાળકી છે અને ઓપરેશનમાં પ્લાસ્ટિક સર્જરી ટાઈપ હોવાથી એક કલાક જેટલો સમય લાગ્યો છે. બાળક હોય એમને આપણે શીશી સૂંઘાડી ને ઓપરેશન કરવું પડે. ઉંમર જેટલી નાની હોય એટલું એનેસ્થેસિયાનું જોખમ પણ વધારે હોય, બીજું કે કોઈપણ વસ્તુ ટ્રર્મટાઇઝડ હોઈ એટલે એનું આપણને ક્લિયર કટ આઈડિયા ન હોય માટે સૌથી પહેલાં બાળકને બેભાન કરી તેનું એક્ઝામિનેશન કરવું પડે કે કયા પ્રકારનું કયા લેવલની ઈનર્જરી છે. એ જોયા પછી ઓપરેશન કયા પ્રકારે કરવાનું હશે.

  આ પણ વાંચો: યૂપીમાં ચૂંટણી પરિણામ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રિયા

  શુ-શું રીકન્સ્ટ્રકશન કરવાનું છે, કે જેથી એને સારામાં સારૂ પરિણામ આપી શકાય એ પ્રમાણેનું ઓનટેબલ જ નક્કી કરવું પડે છે. સરકારી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન કરવા લાગીએ તો સમજી શકાય કે આ પ્લાસ્ટિક સર્જરી પ્રકારનું ઓપરેશન હોય તો ખાનગીમાં ખૂબ જ વધારે એના ચાર્જીસ હોય છે. જો એ પ્રકારની સુવિધાઓ આપણે આપી શકીએ તો આ પ્રકારની ઈનજર્રી અથવા તો આપણી જે જનરલ પોપ્યુલેશન છે એમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે તેમ જણાવ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन