Home /News /madhya-gujarat /ભ્રષ્ટાચાર ક્યાં નથી? વડોદરા CGSTના બે ઉચ્ચ અધિકારી 2.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભ્રષ્ટાચાર ક્યાં નથી? વડોદરા CGSTના બે ઉચ્ચ અધિકારી 2.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

વડોદરા સેન્ટ્રલ ઇન્કમટેક્સ વિભાગના અધિકારી ગૌતમ, મીણા

ACBએ છટકું ગોઠવીને કચેરીમાં જ ખેલ પાડી દીધો, જાણો કોની પાસે માંગી હતી લાંચ, શું હતો મામલો કેવી રીતે દાવ ઉંઘો પડ્યો

વડોદરા : દેશમાં ભ્રષ્ટાચારના (Corruption) મુદ્દે વર્ષો પહેલાં ઈન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામથી એક અભિયાન શરૂ થયું હતું. આ અભિયાને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેવા નેતાઓની ભેટ આપી. જોકે, આજે એક દાયકા પછી પણ ભારત દેશ ભ્રષ્ટાચારના ભોરીંગમાંથી મુક્ત થઈ શક્યો નથી. આ વાતનું તાજું ઉદાહરણ રોજબરોજ એસીબી (ACB Raid) દ્વારા પાડવામાં આવતા દરોડાઓમાંથી મળી આવે છે. આવો જ એક દરોડો વડોદરા (Vadodara) સેન્ટ્રલ જીએસટી કચેરીમાં (CGST) પડ્યો છે. ડેમાં હાલોલની એક કંપનીને સીલ ન મારવા બદલ લાંચ માંગનારા સુપરિટેન્ડન્ટ (Superintendent) નીતિન ગૌતમ (
Nitin Gautam) અને ઈન્સ્પેક્ટર શિવરાજ મીણા (Shivraj Meena) રંગેહાથ ઝડપાયા છે. આ ઘટનાએ ફરી સવાલ ઉભો કર્યો છે કે ભ્રષ્ટાચાર ક્યાં નથી?

ઘટનાની વિગતો એવી છે કે વડોદરા નજીક આવેલા હાલોલમાં અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે. અહીંયા આવેલા બાસ્કાર ગામની ફ્લોર એન્ડ ફૂડ નામની ફેક્ટરીમાં સીજીએસટીએ દરોડા પાડી અને કાર્યવાહી કરી હતી. આ દરોડા બાદ કંપનીને સીલ ન મારવા સબબ બંને અધિકારી સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક (વર્ગ-2) ગૌતમ અને ઇન્સ્પેક્ટર (વર્ગ-3) મીણાએ રૂ 10 લાખની લાંચ માંગી હતી.

આ પણ વાંચો : વડોદરા : પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની સ્વીટી પટેલ લાપતા, એક મહિનો થયો છતા ન મળી આવતા રહસ્ય ગૂંચવાયું

આ મામલે ફૂડ ફેક્ટરી દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન આ બંને લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વેપારીને ગૌતમે જણાવ્યું હતું કે રૂપિયા આપશો તો વાત થશે કંપનીને સીલ નહીં મારીએ, આમ આ અધિકારીએ તેના નીચેના અધિકારી મીણાને રૂપિયા 10 લાખ આપવાની વાત કરી હતી.
" isDesktop="true" id="1112043" >

જોકે, આ અધિકારી ગૌતમે ઘટના સ્થળે સર્ચ કર્યુ ત્યારે રૂપિયા 50,000 પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. જોકે, વેપારીને 10 લાખી લાંચ પોસાય તેમ નહોતી તેથી તેણે એસીબીમાં ફરિયાદ કરી અને પછી જે થયું તે ફિલ્મોના સીનથી કઈ કમ નહોતું.

આ પણ વાંચો :   સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

પંચમહાલ એસીબીએ આ લાંચિયા અધિકારીઓની ઓફિસમાં જ તેમનો ખેલ પાડી દીધો હતો. રૂપિયા લેવા જતા બંને અધિકારીઓનો દાવ ઉંધો પડ્યો હતો. આ બંને અધિકારીઓ તેમની જ કચેરીમાં રૂપિયા 2.5 વાખ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આમ આ દેશને કોરી ખાનારા લાંચિયા બાબુઓ સામે અનેકવાર કાર્યવાહી થતી હોવા છતાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી રહે છે.
First published:

Tags: ACB raid, Bribe, State Tax inspector, Vadoadara News, Vadodara CGST ACB Raid, આયકર વિભાગ, ભ્રષ્ટાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો