Home /News /madhya-gujarat /Vadodara: આ મુસ્લિમ યુવકના રગરગમાં છે રામાયણ; છેલ્લા 14 વર્ષથી ભજવે છે રામાયણના વિવિધ પાત્ર

Vadodara: આ મુસ્લિમ યુવકના રગરગમાં છે રામાયણ; છેલ્લા 14 વર્ષથી ભજવે છે રામાયણના વિવિધ પાત્ર

મુસલમાન

મુસલમાન છે છતાં પણ લોકો આબીદને લક્ષ્મણના નામથી ઓળખે છે.

રામલીલામાં 35 જેટલા કલાકારો પાત્ર ભજવે છે. દશેરામાં યોજાતી રામલીલાના રીહર્સલ માટે તમામ કલાકારો છેલ્લા 25 દિવસથી 75 કલાક જેટલું રીહર્સલ કર્યું હતું. ઉપરાંત તમામ કલાકારો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી જ રીહર્સલ ચાલુ કરે છે.

    Nidhi Dave, Vadodara: ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ છેલ્લા 42 વર્ષથી પોલોગ્રાઉન્ડ ખાતે દશેરા નિમિત્તે રામલીલા અને રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતડાં દહનનો કાર્યક્રમ યોજે છે. રામલીલામાં 35 જેટલા કલાકારો પાત્ર ભજવે છે. દશેરામાં યોજાતી રામલીલાના રીહર્સલ માટે તમામ કલાકારો છેલ્લા 25 દિવસથી 75 કલાક જેટલું રીહર્સલ કર્યું હતું. ઉપરાંત તમામ કલાકારો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી જ રીહર્સલ ચાલુ કરે છે.

    ઉલ્લેખનિય છે કે, રામલીલા અને નવરાત્રના પગલે ચાલુ વર્ષે ભરતનું પાત્ર કરનારા આબીદ મુસ્તાક શેખ છેલ્લા 1 મહિનાથી નોનવેજ ખાવાનો પણ ત્યાગ કરી દે છે. લોકોમાં ભાઈચારો વધે તે માટે પ્રથમ વખત ચાલુ વર્ષે રામલીલામાં ભરતનો રોલ ઉમેરવામાં આવ્યો. આબીદ મુસ્તાક શેખ છેલ્લા 14 વર્ષથી રામલીલામાં ભાગ લેતા આવ્યા છે અને અત્યાર સુધી એમણે લક્ષ્મણનું પાત્ર ભજવ્યું છે. તેઓ મુસલમાન છે છતાં પણ લોકો એમને લક્ષ્મણના નામથી ઓળખે છે. અને આ વર્ષે તેઓ એ ભરતનું પાત્ર બખૂબી નિભાવ્યું. લોકોમાં એકતા અને ભાઈચારો રહે એ સંદેશા સાથે તેઓ રામલીલા કરી રહ્યા છે.

    આ પણ વાંચો: આ શિક્ષકે સાયકલ પર બનાવી નાખ્યા ત્રણ રેકોર્ડ; વાધોને બચાવવા જોડાયેલા છે આ અભિયાનમાં

    3 કલાકની રામલીલા બાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં શહેરના અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા. તથા વડોદરા ખાતે આયોજિત થનાર 42માં રામલીલા અને રાવણદહન કાર્યક્રમમાં છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ બી.આર.જી ગ્રુપ મુખ્ય સંયોજકની ભૂમિકા રહેલી છે. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘની સાથે બી.આર. જી ગ્રુપ સહયોગી બનીને કોરોનાના 2 વર્ષ બાદ દશેરા પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી. રામલીલાના અંતે રાવણ દહન બાદ ભવ્ય આતીશબાજી પણ જોવા મળી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Dussehra 2022, Ramayan, Ramayana, Vadodara

    विज्ञापन
    विज्ञापन