Home /News /madhya-gujarat /

Vadodara:કોરોનામાં અભયમ ટીમનો મહિલા સુરક્ષાનો કર્મયોગ, 18000 જેટલા પ્રકારના કેસોનું નિરાકરણ

Vadodara:કોરોનામાં અભયમ ટીમનો મહિલા સુરક્ષાનો કર્મયોગ, 18000 જેટલા પ્રકારના કેસોનું નિરાકરણ

18000 જેટલા ગંભીર પ્રકારના કેસોમાં અભયમની સમયસરની મદદ સુરક્ષક બની રહી...

vadodara news: ઉપરોક્ત વર્ષમાં 91000 જેટલાં ફોન કોલ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી બહેનોએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનને (181 Women's Safety Helpline) મદદની આલબેલ પોકારી હતી અને કોરોનાથી ડર્યા વગર આ સેવાના કર્મયોગીઓએ સમયસર મદદ પહોંચાડી હતી.

વધુ જુઓ ...
    Vadodara news:  સન 2021નું વર્ષ પણ મોટેભાગે કોરોનાની (coronavirus) આપદાથી ગ્રસિત રહ્યું. તેમ છતાં, વિકટ સંજોગોમાં પણ અભયમ, વડોદરાએ મુશ્કેલીમાં મુકાયેલી બાળકીઓ, મહિલાઓ કે માતાઓને ઉગારવાના કર્તવ્યમાં પાછી પાની કરી ન હતી.

    ઉપરોક્ત વર્ષમાં 91000 જેટલાં ફોન કોલ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી બહેનો એ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનને મદદની આલબેલ પોકારી હતી અને કોરોનાથી ડર્યા વગર આ સેવાના કર્મયોગીઓએ સમયસર મદદ પહોંચાડી હતી. આ પૈકી 18000 જેટલા કેસો તો ગંભીર પ્રકારના હતાં જેમાં સમયસર વહારે જઈને આ સેવા સૂરક્ષક બની હતી.

    અભયમ, વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવાની અગત્યની કામગીરી કરી રહી છે. આ સેવાનું જીવીકે ઇ એમ આર આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલના આધારે વડોદરા સહિત રાજ્યમાં સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

    આ હેલ્પ લાઇન મહિલાઓને શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ સુરક્ષાની જરૂર ના સંજોગોમાં તાત્કાલિક મદદરૂપ બને છે. તાલીમબધ્ધ કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાઓના પ્રશ્નોને અસરકારકતા સાથે હલ કરવામાં આવે છે અને ઘરેલુ હિંસામાંથી ઉગારવાની સાથે ગૌણ પારિવારિક તકરારોમા સમાધાન કરાવવામાં આવે છે.

    જ્યારે ઘણા સમયથી હિંસાનો ભોગ બની રહી હોય એવી મહીલાઓને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવવાની સાથે આશ્રય અપાવવામાં આવે છે. કિશોરીઓ, યુવતીઓ, પરણિત મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24*7 વિનામૂલ્યે સેવા પહોચાડમાં આવે છે.

    આ પણ વાંચોઃ-Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

    બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામ ના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થતાને લગતા મહિલાલક્ષી પ્રશ્નોના નિરાકરણમાં આ સેવા મદદરૂપ બને છે. વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં થી કુલ 91000 જેટલી મહિલાઓ એ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ માર્ગદર્શન અને બચાવ માટે આલબેલ પોકારી હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ટિફિન આપવા ગયેલા સગીર સાથે 'ગંદુકામ', ધાબા ઉપર બોલાવ્યો અને પછી...

    જેમાંથી ખુબ જ ગંભીર પ્રકારના 18000 જેટલા બનાવોમાં મુશ્કેલીગ્રસ્ત મહિલાના સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ પહોચાડવામાં આવી છે.
    અભયમ, વડોદરાનો આ કર્મયોગ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સુરક્ષક બની રહ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Vadodara City News

    આગામી સમાચાર