Home /News /madhya-gujarat /વડોદરામાં આપ-ભાજપના કાર્યકરો સામસામે, કેજરીવાલના પોસ્ટર ફાડ્યાંનો આક્ષેપ

વડોદરામાં આપ-ભાજપના કાર્યકરો સામસામે, કેજરીવાલના પોસ્ટર ફાડ્યાંનો આક્ષેપ

વડોદરામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘમાસાણ સર્જાયું છે.

વડોદરામાં કેજરીવાલ-ભગવંત માનની રેલી યોજાય તે પહેલાં જ ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા છે. આપે ભાજપના કાર્યકરો પર કેજરીવાલના પોસ્ટરો ફાડી નાંખ્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે.

    વડોદરાઃ શહેરમાં કેજરીવાલ આવે તે પહેલાં જ આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયાં છે. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. આપના કાર્યકરોએ કેજરીવાલના પોસ્ટર ફાડ્યાનો આરોપ લગાવ્યો છે. ભાજપના યુવા મોરચાના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલના પોસ્ટર ફાડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

    રેલી પહેલાં જ ઘમાસાણ સર્જાયું


    આ ઉપરાંત આમ આદમી પાર્ટીનો ગેટ તોડી પાડવામાં આવ્યો છે. કેજરીવાલના બેનરો ફાડી નાંખવામાં આવ્યા છે. પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે માહોલ શાંત કરાવ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીએ રેલીને લઈને નવા પોસ્ટરો લગાવ્યા છે.

    પોલીસે ઘટનાસ્થળે પહોંચી માહોલ શાંત પાડ્યો


    આ ઉપરાંત આમ આદમી પાર્ટીનો ગેટ તોડી પાડવામાં આવ્યો છે. કેજરીવાલના બેનરો ફાડી નાંખવામાં આવ્યા છે. પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે માહોલ શાંત કરાવ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Politics, Vadodara City News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन