Home /News /madhya-gujarat /

વડોદરાની યુવતી બોલિવૂડ એક્ટર રણવીર સિંહના Big Picture રિયાલિટી શોમાં ઝળહળી

વડોદરાની યુવતી બોલિવૂડ એક્ટર રણવીર સિંહના Big Picture રિયાલિટી શોમાં ઝળહળી

હું

હું કોઈપણ ક્ષેત્રમાં હાર માનવા માંગતી નથી, હું પાવરફુલ યુવતી છું : આશિયાના

મન મક્કમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. કલર્સ ચેનલ ઉપર આવતી લોકપ્રિય બીગ પિકચર્સ (Big Picture) રિલાયલીટી શોમાં રૂપિયા 10 લાખનું ઇનામ જીતવાનું 

  વડોદરા: મન મક્કમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. કલર્સ ચેનલ ઉપર આવતી લોકપ્રિય બીગ પિકચર્સ (Big Picture) રિલાયલીટી શોમાં (Reality show) રૂપિયા 10 લાખનું ઇનામ જીતવાનું ચૂકી ગયેલી વડોદરાની આશીયાનાનું પુલાવની લારીમાંથી રેસ્ટોરન્ટ બનવાનું સપનું અધરું રહી ગયું છે. જોકે, આશીયાનાએ કે.બી.સી. (KBC) જેવા રિયાલીટી શોમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે અને એક દિવસ લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવીને તેનું અને તેના પિતાનું સપનું સાકાર કરવાની તેની ઇચ્છા છે.

  વડોદરાની આશીયાનાએ જણાવ્યું હતું કે, ભલે હું બીગ પિક્ચર્સ શોમાં 8માં પ્રશ્નનો જવાબ ખોટો આપતા રૂપિયા 10 લાખનું ઇનામ જીતી ન શકી. પરંતુ, વડોદરાની સામાન્ય પરિવારની યુવતીને કલર્સ જેવી ચેનલ ઉપર ચાલતા લોકપ્રિય બીગ પિક્ચર્સ જેવા શોમાં પ્લેટફોર્મ મળ્યું તેનું મને ગૌરવ છે. હજુ મારી ઉંમર 16 વર્ષની છે. મારી પાસે ઘણો સમય છે. એક દિવસ ચોક્કસ હું મારું સપનું પૂરું કરવા સાથે વડોદરાનું નામ રોશન કરીશ તેવો મને વિશ્વાસ છે.

  વડોદરાના પ્રતાપનગર રોડ ઉપર આવેલ શરાફી મેરેજ હોલની સામે 12 સભ્યોના પરિવાર સાથે રહેતી આશીયાના ખુરદે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે. પિતાના અવસાન બાદ પિતા દ્વારા ચલાવવામાં આવતી પુલાવની લારી ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી છે. રોજ વહેલી સવારે 4-30 થી રાત્રીના 9 વાગ્યા સુધી દાલ પુલાવ, મસુર પુલાવ, કઢી ખીચડી, કઢી પુલાવ જેવા વિવિધ પ્રકારના પુલાવ બનાવે છે. આશીયાનાના હાથે બનેલો ચટાકેદાર પુલાવ ખાવા માટે લોકો દોડી આવે છે.

  આ પણ વાંચો: ભુજ: શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું, શિક્ષકોના થશે RT-PCR

  આશીયાનાનો તા.28 નવેમ્બરે શો રૂજૂ થયા બાદ આશીયાના ઉપર લોકો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. જીવનમાં આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આશિયાના એ કહ્યું કે, હું સ્ટ્રોંગ છોકરી છું. હું કોઇ પણ ક્ષેત્રમાં હાર માનવા માંગતી નથી. મને પહેલેથી વાંચનનો અને કંઇક નવું શિખવાનો તેમજ કંઇક નવું કરવાનો શોખ છે. મેં બીગ પિક્ચર્સ શોમાં જવા માટે છ માસથી તૈયારી શરૂ કરી દીધી હતી. સોશ્યિલ મિડીયા તેમજ હાથવગા પુસ્તકો મેળવી રિયાલીટી શોમાં જવાની તૈયારીઓ શરૂ કરુ કરી હતી. જ્યારે બીગ પિક્ચર્સ શોમાં મારું રજિસ્ટ્રેશન થઇ ગયું ત્યારે મારી ખૂશીનો પાર ન હતો. કલર્સની ટીમ મારા ઘરે શુટીંગ કરવા માટે આવી ત્યારે પણ મારી ખૂશીનો પાર ન હતો.

  આ પણ વાંચો: Mehsana: માતાના પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ! યુવતીની હથોડી વડે હત્યા કરી સળગાવી, આરોપી ઝડપાયો

  વધુમાં તેણે જણાવ્યું હતું કે, બીગ પિક્ચર્સના હોસ્ટ ફિલ્મ અભિનેતા રણવીરસિંહ સામે મારે પ્રશ્નોના જવાબ આપવાના હતા. મને શરૂમાં ડર લાગતો હતો. પરંતુ, જ્યારે તેમની સામે આવી ત્યારે મારો ડર દૂર થઇ ગયો હતો. અને તેઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના હું કોઇપણ ડર વિના જવાબ આપી રહી હતી. આઠમા પ્રશ્નનો જવાબ ન આપતા રૂપિયા 10 લાખનું ઇનામ જીતી શકી ન હતી. ભલે હું રૂપિયા 10 લાખનું ઇનામ જીતી શકી નથી. પરંતુ મને જે પ્લેટફોર્મ મળ્યું તેનાથી હુ ખૂશ છું. જો ઇનામ જીતી હોત તો મારી લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવવાની ઇચ્છા હતી. રેસ્ટોરન્ટ બનાવીને મારા પિતાનું સપનું પૂરું કર્યું હોત. પરંતુ એક દિવસ હું ચોક્કસ મારું અને મારા પિતાનું લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવવાનું સપનું સાકાર કરીશ.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara City, વડોદરા

  આગામી સમાચાર