Home /News /madhya-gujarat /

દુબઈ એક્સ્પો 2020માં વડોદરાની યુવતીએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

દુબઈ એક્સ્પો 2020માં વડોદરાની યુવતીએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

એક્સ્પો

એક્સ્પો 2020 દુબઈ પાસપોર્ટની પ્રથમ NFT આર્ટ પણ બની ગઈ છે

વડોદરા શહેરની 25 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ચરની વિદ્યાર્થીની મિલી પરમાર માત્ર સાડા આઠ કલાકમાં એક્સ્પો 2020 દુબઇમાં કુલ 188  દેશોના સ્ટેમ્પ સમાવવા માટે મારે કુલ પાંચ એક્સ્પો પાસપોર્ટ લેવા પડ્યા.

  દુબઈ એક્સ્પો 2020માં વડોદરાની યુવતીએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

  વડોદરા શહેરની 25 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ચરની વિદ્યાર્થીની મિલી પરમાર માત્ર સાડા આઠ કલાકમાં એક્સ્પો 2020 દુબઇમાં કુલ 188 દેશના પેવેલિયનની મુલાકાત લેવામાં સફળ રહી હતી. હાલ મીલી પરમાર દુબઈ ખાતે સ્થિત છે અને તેણે એક્સ્પો 2020 માટે પાંચ પાસપોર્ટ ખરીદ્યા હતા અને 188 પેવેલિયનમાંથી સ્ટેમ્પ લગાવ્યા હતા.

  મળીએ 188 દેશના પેવેલિયનના સ્ટેમ્પ તો મેળવ્યા પરંતુ એની સાથે સાથે તેણે સ્ટેમ્પવાળા પાસપોર્ટમાં 192 દેશના પેવેલિયનના અગ્રભાગનું સ્કેચ પણ બનાવ્યું હતું. યુવતી આર્કિટેક્ચરમાં માસ્ટર્સ કરવા માટે 2019માં દુબઈ આવી હતી.

  મિલી પરમારે જણાવ્યું કે, “હું આર્કિટેક્ચર અને ડિઝાઈનની વિદ્યાર્થીની છું અને એક્સ્પો 2020 દુબઈમાં એક જ જગ્યાએ આટલા બધા આર્કિટેક્ચરલ અજાયબીઓને જોઈને હું એટલી બધી ચકિત થઈ ગયી હટી કે મેં તે બધાને મારા એક્સ્પો પાસપોર્ટમાં તેમના દેશના સ્ટેમ્પ સાથે સ્કેચ કરવાનું નક્કી કર્યું. 188 દેશોના સ્ટેમ્પ સમાવવા માટે મારે કુલ પાંચ એક્સ્પો પાસપોર્ટ લેવા પડ્યા. 7 નવેમ્બરના રોજ પાસપોર્ટની સ્ટેમ્પિંગ માત્ર આઠ કલાકમાં થઈ ગઈ હતી. મારા એક મિત્રએ પછીથી કેટલાક દેશોના સ્ટેમ્પ મેળવવામાં મદદ કરવા માટે મારી સાથે જોડાયો કારણ કે હું અલગ-અલગ પેવેલિયનમાં ચાલીને ખૂબ જ થાકી જતી હતી."

  એક્સ્પો પાસપોર્ટ આર્ટવર્ક NFT માં રૂપાંતરિત...

  એક આર્ટ સ્ટુડન્ટ હોવાને કારણે, મિલીએ કહ્યું કે, તે દેશની સૌથી મોટી ઈવેન્ટ માટે કંઈક ક્રિએટિવ કરવા માંગે છે. તેથી તેણે તેના મિત્ર જીગર સાથે સહયોગ કર્યો, જેમણે તેમના આર્ટ વર્ક સાથેના પાસપોર્ટને 'નોન ફંગિબલ ટોકન' બનાવીને ડિજિટલ એસેટમાં રૂપાંતરિત કર્યા છે. NFT કલા, જે બ્લોકચેન ટેક્નોલોજી પર બનેલી અનન્ય ડિજિટલ મિલકત છે.


  “NFTs ક્રિપ્ટોગ્રાફિક ટેક્નોલોજી પર આધારિત છે, જે ડુપ્લિકેશન થવા દેતી નથી. તેથી જ્યારે મારા મિત્ર જીગરે, જે બ્લોકચેન સોલ્યુશન પ્રોવાઈડર છે કે, જે 'dappchain' નામની કંપની ચલાવે છે, તેણે સૂચવ્યું કે હું તેને અનન્ય ડિજિટલ એસેટમાં રૂપાંતરિત કરું, ત્યારે હું ખુશીથી સંમત થઇ. અને આ એક્સ્પો 2020 દુબઈ પાસપોર્ટની પ્રથમ NFT આર્ટ પણ બની ગઈ છે,” મિલીએ સમજાવ્યું.

  તેણીની સિદ્ધિનું રેકોર્ડિંગ...

  યુનિવર્સિટીની વિદ્યાર્થિની મિલીએ કહ્યું કે, જ્યારે તેણીએ એક દિવસમાં લગભગ તમામ દેશોના પેવેલિયનની મુલાકાત પૂર્ણ કરી હતી, ત્યારે સ્કેચિંગમાં થોડો સમય લાગ્યો હતો. તેથી તેણે પેવેલિયનના અગ્રભાગનું સ્કેચિંગ પૂર્ણ કરવા માટે પોતાને 30 કલાકનો સમય આપ્યો હતો, જેમાંથી કેટલાક તેણે એક્સ્પો સાઇટ પર દોર્યા હતા. અને બાકીના ઘરે.

  તેણીની સિદ્ધિનો સમય અને તારીખ રેકોર્ડ કરવા માટે, મિલીએ કહ્યું કે, તેણીએ તે દિવસે તેણીના પગલાં રેકોર્ડ કરવા માટે ફોન એપ્લિકેશનનો ઉપયોગ કર્યો અને એક્સપો પાસપોર્ટમાં તેના મોટાભાગના સ્ટેમ્પ્સ પર તારીખ છે.

  “એકંદરે, મેં 35 કલાકમાં 188 દેશોની સ્ટેમ્પ મેળવવાનું અને 192 પેવેલિયન ફેસડેસનું સ્કેચ કરવાનું પૂર્ણ કર્યું. મેં આ કાર્ય 7 નવેમ્બરના રોજ શરૂ કર્યું હતું અને 8 નવેમ્બરના રોજ મોડી રાત સુધીમાં 11 નવેમ્બરના રોજ મારા યુનિવર્સિટીના કોન્વોકેશનના સમયે જ તેનો અંત આણ્યો હતો.

  મિલીએ જણાવ્યું હતું કે, તેણી ચાર દેશોના પેવેલિયનમાંથી સ્ટેમ્પ મેળવવાનું ચૂકી ગઈ હતી કારણ કે, તેણીએ મુલાકાત લીધી ત્યારે તેમાંથી કેટલાકને સ્ટેમ્પ સીલ મળી ન હતી. જ્યારે ચાલુ સત્તાવાર કાર્યક્રમોને કારણે તેણીને કેટલાકમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી.

  જ્યારે તેણીના મનપસંદ પેવેલિયન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, મિલીએ કહ્યું: "મારી મનપસંદ UAE પેવેલિયન છે કારણ કે, તે દેશની રણમાંથી વિશ્વમાં ઝડપથી વિકસતા પ્રવાસી હબ બનવાની સફરને સુંદર રીતે કેપ્ચર કરે છે," તેણે ઉમેર્યું કે તેણીના અન્ય ફેવરિટ રશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા છે.

  આ એક ગર્વની ક્ષણ છે, જ્યાં વડોદરાના બંને લોકોએ દુબઈમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dubai Expo 2020, Local News, Vadodra News, વિશ્વ વિક્રમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन