Home /News /madhya-gujarat /

Unique Gif: વડોદરાના આ બિઝનેસમેન પતિએ પત્નીને આપ્યું અનોખું ગીફ્ટ, ચાંદનો ટુકડો કર્યો Gift

Unique Gif: વડોદરાના આ બિઝનેસમેન પતિએ પત્નીને આપ્યું અનોખું ગીફ્ટ, ચાંદનો ટુકડો કર્યો Gift

મયુર

મયુર પટેલે તેમની સગાઈ પર તેમની થનારી પત્નીને ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી

Vadodara News: 25 વર્ષીય મયુર પટેલ એક વેપારી છે. જેમને એમની પત્ની માટે કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. હેમાલી પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને એ અપેક્ષા હતી કે મયુર વધુમાં વધુ સોનાનો હાર કે ડાયમન્ડની વીંટી આપશે.

  વડોદરા: એક નવા બંધનની શરૂઆત થતી હોય છે, ત્યારે ખાસ માણસ એની પત્નીને ચાંદનો ટુકડો (Piece of Moon) આપવાનું પ્રોમિસ કરતા હોય છે. કારણ કે, છોકરીઓને કિંમતી વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. તો વડોદરા શહેરના (Vadodara City) બિઝનેસમેન મયુર પટેલે પણ એની થવા વાળી પત્નીને આવું જ કંઈક પ્રોમિસ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ મયુર પટેલની હેમાલી પટેલ સાથે સગાઈ થઈ. જેમાં રિંગ સેરેમની બાદ મયુર પટેલે ખૂબ જ અનોખી (Unique Gift) રીતે હેમાલીને ચાંદનો ટુકડો ભેટમાં આપ્યો.

  25 વર્ષીય મયુર પટેલ એક વેપારી છે. જેમને એમની પત્ની માટે કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. હેમાલી પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને એ અપેક્ષા હતી કે મયુર વધુમાં વધુ સોનાનો હાર કે ડાયમન્ડની વીંટી આપશે. પરંતુ જ્યારે ચાંદનો ટુકડો મને ભેટ કર્યો ત્યારે હું ચકિત થઈ ગઈ હતી. મારા માટે આ એક અનોખી ભેટ છે. મેં ક્યારેય અપેક્ષા નહોતી કરી કે, તે ખરેખર ચંદ્ર પર મારા નામે જમીનનો ટુકડો ખરીદશે. આ શ્રેષ્ઠ ભેટ છે જે હું ક્યારેય ભૂલી ન શકું.

  મયુર પટેલે જણાવ્યું કે, હું તેને કંઈક ખાસ ભેટ આપવા માંગતો હતો જે યાદગાર બની રહે. ચંદ્ર પર જમીન ખરીદવાનું સૂચન મારી બહેન તરફથી આવ્યું. કારણ કે તેણે તેના વિશે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું. મેં ઓનલાઈન થોડું સંશોધન કર્યું અને તેના માટે ખરીદવાનું નક્કી કર્યું. મયુરે ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રીની મુલાકાત લીધી અને યુએસ સ્થિત સંસ્થામાં નોંધણી કરાવી. કેટલાક સંશોધન પછી, મેં રેઈન્બોની ખાડી વિસ્તારમાં એક એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું જે પ્રેમીઓ માટે છે. તે એક ડિજિટલ વ્યવહાર છે અને મારી પાસે હેમાલીના નામે માલિકીના ડિજિટલ દસ્તાવેજો છે.

  આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

  મયુરે ઉમેર્યું, તેણે સોદા માટે ચૂકવેલી રકમ જાહેર કરી નથી. જો ભવિષ્યમાં, ટેક્નોલોજી સામાન્ય લોકોને ચંદ્રની મુલાકાત લેવાની મંજૂરી આપે છે, તો હું હેમાલીને તે સ્થાન પર લઈ જવાનું પસંદ કરીશ જ્યાં અમારી પાસે આ જમીન છે.રોમેન્ટિક ભેટ હોવા છતાં, ખરીદનાર ચંદ્ર પર જે જમીન ખરીદે છે તેના પર દાવો કરી શકતો નથી. ભારતે \"ધ આઉટર સ્પેસ સંધિ\" નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. જે 1967 માં અમલમાં આવ્યા હતા. સંધિની જોગવાઈઓ કહે છે કે, ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશ માનવજાતનો સામાન્ય વારસો છે.

  આ પણ વાંચો: સુરતઃ હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રીને જ પીંખી નાંખી, પોતાનું પાપ છુપાવવાની કરી કોશિશ

  ચાંદ પર 1 એકર જમીન ખરીદવાનો ભાવ રૂપિયા 1758.75 છે. એટલે કે, 37.50 યુએસ ડોલર. જો આપણે વાત કરીએ કે આ જમીન ખરીદે કોણ. તો ચંદ્ર પર ઘણા લોકો એ જમીન ખરીદી છે, જેવા કે, શાહરુ ખાન, સુશાંત સિંહ રાજપૂત, બારબર વોલ્ટેર્સ, ટોમ ક્રયુઝ, જોહ્ન ટ્રાવોલ્ટા, જિમી કાર્ટર, રાજસ્થાનના યુવા એ તેની પત્ની માટે, સુરતના વેપારીએ તેના બે બાળકો માટે, પાકિસ્તાની યુવા એ તેની પત્ની માટે, ઓડિસાના યુવા એ એની છોકરી માટે, નીરજ કુમાર, વગેરે જેવા લોકો એ ચંદ્ર પર ધરતી ખરીદેલી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Love for wife, Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन