Home /News /madhya-gujarat /

ગરીબોની દિવાળી ખુશહાલ બને તે માટે વ્યોમ ફાઉન્ડેશન દ્વારા એક અદભુત પ્રયાસ

ગરીબોની દિવાળી ખુશહાલ બને તે માટે વ્યોમ ફાઉન્ડેશન દ્વારા એક અદભુત પ્રયાસ

શહેરની

શહેરની આસપાસના આઠ જેટલા ગામડાઓમાં કાપડાઓ તથા રાશન કીટનું વિતરણ...

Vadodra City News: વડોદરા વ્યોમ વોલેન્ટરી યુથ ઓર્ગેનાઇઝેશન ફોર મોટિવેશન છેલ્લા 10 વર્ષથી ગામ અને વિકાસના કાર્યક્રમમાં કાર્યરત છે

    Vadodra City News: વ્યોમ વોલેન્ટરી યુથ ઓર્ગેનાઇઝેશન ફોર મોટિવેશન છેલ્લા 10 વર્ષથી (Vyom Foundation) ગામ અને વિકાસના કાર્યક્રમમાં કાર્યરત છે. જેમાં ઘણા જરૂરિયાત બાળકો માટે તથા ગરીબ વર્ગના લોકો માટે સંસ્થા કામ કરી રહી છે.

    કોરોનાકાળને (Corona  Pandemic)કારણે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. જેમાં ખાસ કરીને ગામડાના શ્રમિકો તથા મજૂર વર્ગના લોકો બેરોજગાર બન્યા છે. તો તેવા જરૂરિયાત વર્ગોની દિવાળી સારી જાય અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે હેતુ સાથે વ્યોમ ઓર્ગેનાઇઝેશનએ એક અદભુત કાર્ય હાથ ધરેલ છે. જેમાં વડોદરા શહેરની આસપાસના આઠ જેટલા ગામડાઓમાં કાપડાઓ તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

    શહેરીજનોનો સારો એવો સાથ સહકાર પ્રાપ્ત કરી ઘણા સારા કાપડાઓ એકત્રિત કર્યા, જેને ગામડાના લોકો દિવાળીના તહેવારમાં પહેરી શકે. નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો માટેના કાપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તથા તમામ ઘરોમાં એક રાશન કીટ આપવામાં આવે છે, જે તેમને એક મહિના સુધી ચાલી શકે. જેમાં ઘર વપરાશની તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ વાત તો એ છે કે, ગામડાના લોકો ખૂબ જ ખુશ છે અને તેમના દ્વારા સાંભળવાં પણ મળ્યું કે તેમની દિવાળી ખૂબ જ સારી જશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diwali 2021, Vadodra News, Vyom Faoundation

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन