શહેરના જેતલપુર રોડ પર આવેલા ક્રિષ્ના ક્રોકરી શોરૂમમાં રાતના સમયે એક મહિલા કસ્ટમર શોરૂમમાં ખરીદી કરવા આવતા પાર્કિંગમાં કાર મુકતા સમયે મહિલાથી ભૂલમાં વધુ એકસીલેટર અપાઈ જતા કાર શોરૂમના ત્રણ દાદરા ચડી ગઈ હતી.અને દૂકાનો કાચ અને દૂકાનમાં રહેલા કાચના સમાનને ભારે નુકસાન થયું હતું.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા ક્રિષ્ના ક્રોકરી શોરૂમમાં રાતના સમયે એક મહિલા કસ્ટમર શોરૂમમાં ખરીદી કરવા માટે આવી હતી. પાર્કિંગમાં મહિલાથી ભૂલમાં વધુ એકસીલેટર અપાઈ જતા કાર શોરૂમના ત્રણ દાદરા ચડી ગઈ હતી. જેના કારણે શોરૂમનો કાચ સહિત ઘણી કાચની વસ્તુઓ તૂટી ગઈ. શોરૂમના માલિકે આ બનાવ બાબતે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.
આ ઘટનાની સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા કાર પાર્ક કરી વખતે એક્સીલેટર જોરથી દબાવી દેતા કંટ્રોલ ગુમાવ્યો અને શોરૂમના દાદરા ચડીને દરવાજા સહિત કાચની ક્રોકરીનો કચ્ચરઘાણ વળી ગયો.
અંદર રહેલા અન્ય કસ્ટમરો પણ અવાજ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા. તથા ક્રોકરી શો રૂમના માલિક દોડ્યા અને થયેલ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી.