Home /News /madhya-gujarat /Vadodara: આ કાગળના ટુકડા જાણે બોલે છે, જોશો તો કહેશો વ્હા!  

Vadodara: આ કાગળના ટુકડા જાણે બોલે છે, જોશો તો કહેશો વ્હા!  

X
આર્ટિસ્ટ

આર્ટિસ્ટ અતુલ પડીયા અને મહેશ પડીયાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.. 

વડોદરા શહેર સંસ્કારી નગરી તથા કલાનગરી તરીકે ઓળખાય છે. આ કલાનગરીમાં અવારનવાર કલા પ્રદર્શનનો યોજાતા હોય છે. જેમાં વડોદરા શહેરના પ્રખ્યાત બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે આર્ટિસ્ટ અતુલ પડીયા અને મહેશ પડીયાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: વડોદરા શહેર સંસ્કારી નગરી તથા કલાનગરી તરીકે ઓળખાય છે. આ કલાનગરીમાં અવારનવાર કલા પ્રદર્શનનો યોજાતા હોય છે. જેમાં વડોદરા શહેરના પ્રખ્યાત બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે આર્ટિસ્ટ અતુલ પડીયા અને મહેશ પડીયાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વડોદરા શહેરના આ બે કલાકારોના અદભુત ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

    આર્ટિસ્ટ અતુલ પડીયા એ ઇલાસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે, તથા અત્યાર સુધી ઘણા પ્રદર્શનો યોજ્યા પણ છે અને ભાગ પણ લીધો છે. તદુપરાંત વર્કશોપનું પણ આયોજન કરતા હોય છે. આ પ્રદર્શનમાં એમણે ખાસ ન્યૂઝ પેપર અને મેગેઝીન માંથી કાપેલા ટુકડાઓમાંથી ચહેરાઓ બનાવ્યા છે. તથા સોસાયટીમાં લોકોના ચહેરા ઉપર જુદા જુદા હાવ ભાવ હોય છે એને પણ આવરી લેવામાં આવ્યા છે. જે એક આકર્ષણનું કેન્દ્ર છે. 15થી વધુ ચહેરાઓ શહેરીજનો આ પ્રદર્શનમાં નિહાળ વા મળશે.

    આર્ટીસ્ટ મહેશ પડીયા જેઓ અદભુત ચિત્રકાર છે. જેમનું આ પ્રથમ પ્રદર્શન છે. એમણે પણ પેઇન્ટિંગસમાં ડીગ્રી હાસિલ કરી છે. મહેશભાઈ ગામડા અને ગ્રામ્ય જીવન સાથે ઊંડે ઊંડે જોડાયેલા છે, તેથી તેણે ગામની શેરીઓ અને ઘરોને પોતાના ચિત્રોમાં આવરી લીધા છે. પેઇન્ટિંગની સાથે તે આર્ટિસ્ટિક ફોટોગ્રાફી પણ કરે છે. આ ફોટોગ્રાફી તેને ઓબ્જેક્ટને અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં જોવામાં મદદ કરે છે અને તેના મગજમાં વિવિધ ખ્યાલો બનાવે છે. તેમની પેઇન્ટિંગમાં આપણે રંગો, રચનાઓ અને વિભાવનાઓની લાવણ્ય જોઈ શકીએ છીએ જે વાસ્તવિક નથી પરંતુ વ્યક્તિ તેને ખૂબ વાસ્તવિક અનુભવી શકે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art Gallery Exhibition, Local 18, Vadodara

    विज्ञापन
    विज्ञापन