Home /News /madhya-gujarat /ગુજરાતના વ્યક્તિને પેરિસમાં હાર્ટ અટેક આવ્યો, PM મોદીનું નામ સાંભળતા જ 60 લાખનું બિલ માફ

ગુજરાતના વ્યક્તિને પેરિસમાં હાર્ટ અટેક આવ્યો, PM મોદીનું નામ સાંભળતા જ 60 લાખનું બિલ માફ

ફ્રેંચ ડોક્ટર હોસ્પિટલમાં ફોન કરતા કહ્યું હતું કે ઇન્ડિયન, બીજો શબ્દ હતો ડોક્ટર અને ત્રીજો શબ્દ મોદી...મોદી... હતો.

Vadodara Doctor Heart Attack in Paris: વડોદરાથી પેરિસ ગયેલા એક ડોક્ટરને હાર્ટ એટેક આવ્યો તો તેમણે ડોક્ટર્સની સમક્ષ પીએમ મોદીના ગુજરાતથી આવું છું એમ કહેતા વીવીઆઇપી ટ્રીટમેન્ટ મળી હતી અને તેમનો જીવ બચી ગયો હતો.

  અંકિત ઘોનસીકર, વડોદરા: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નામ માત્ર થી વડોદરાના ડોકટરને VVIP ફ્રી મેડિકલ  ટ્રીટમેન્ટ મળી છે. વડોદરાથી પેરિસ પ્રવાસમાં ગયેલા અનિલ ગોયેલ નામના ડોક્ટરને ગત 12.08.22 ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓના મેડિકલ ટ્રીટમેન્ટ માટે એમ્બયુલન્સ પરિવાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્થાનિક ભાષા ન આવડતી  હોવાથી ડોક્ટરે અને પરિવારે પ્રાઈમ મિનિસ્ટર મોદીના ગુજરાતમાંથી આવ્યા હોવાની વાત કરી હતી. આ ડોક્ટરને પેરિસમાં હાર્ટ એટેક આવ્યો હતો અને 60 લાખનું બિલ પણ બન્યું હતું. જોકે હોસ્પિટલે તેઓ પાસેથી એક ફણ રૂપિયો લીધો નહતો.

  વડોદરાથી પેરિસ ગયેલા એક ડોક્ટરને હાર્ટ એટેક આવ્યો તો તેમણે ડોક્ટર્સની સમક્ષ પીએમ મોદીના ગુજરાતથી આવું છું એમ કહેતા વીવીઆઇપી ટ્રીટમેન્ટ મળી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. આ સાથે જ 60 લાખ રૂપિયાનું બિલ થવા છતાં એક પણ રૂપિયો લીધા વિના સારવાર કરી આપી હતી. પેરિસની રેસ્ટોરામાં બેઠા હતા અને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં રહેતા અને રાવપુરામાં હોસ્પિટલ ધરાવતા ડૉ. અનિલ ગોયલે જણાવ્યું હતું કે, મારો પુત્ર શાશ્વત અમેરિકામાં બિઝનેશમેન છે. હું અને મારી પત્ની વડોદરાથી ગત ઓગસ્ટ મહિનામાં યુરોપ ફરવા ગયા હતા. જ્યાં પહેલા અમે લંડનમાં પાંચ દિવસ રહ્યા હતા અને પછી ફ્રાન્સ ગયા હતા. જ્યાં અમેરિકાથી મારો પુત્ર અને પુત્રી પણ સાથે આવ્યા હતા.  અમે લંડનમાં પાંચ દિવસ રહ્યા બાદ ફ્રાન્સના પેરિસ શહેરમાં ગયા. જ્યાં ગત 12 ઓગસ્ટે બપોરે એક રેસ્ટોરામાં બેઠા હતા ત્યારે મને છાતીમાં ભયંકર દુખાવો શરૂ થયો. પરસેવો થવા લાગ્યો અને ઉલટીઓ થઇ તેમજ ગભરામણ થવા લાગી હતી. જ્યાં એક ફ્રેન્ચ ભાષા જાણતી મહિલાની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્રણ-ચાર મિનિટમાં તો એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. જેમાં મને સુવડાવ્યો અને ECGનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સના સ્ટાફે ફોન કર્યો અને બીજી એક કાર્ડિયાક એમ્બ્યુલન્સ આવી ગઇ. જેમાંથી કાર્ડિયોલોજીસ્ટની સાથે ઇકો મશીન હતું. એક ડોક્ટરે તાત્કાલીક મને બે ઇન્જેક્શન આપ્યા જેની કિંમત 50 હજારથી લઇને એક લાખ રૂપિયા સુધીની હશે. એ ડોક્ટરોએ મને મારુ નામ અને દેશ વિશે પુછ્યું. મેં કહ્યું હું ડોક્ટર છું અને ભારતીય છું. તેમણે મને પુછ્યું મુંબઇના છો કે દિલ્હીના છો? મેં કહ્યું ના હું ગુજરાતથી છું. પરંતુ તેઓ સમજ્યા નહીં. એટલે મેં અંગ્રેજીમાં કહ્યું હું મોદીના ગુજરાતથી છું, મોદીજી માટે દરેક વ્યક્તિ ખાસ છે. આ સાંભળીને તેમણે એક હોસ્પિટલમાં ફોન કર્યો અને ફ્રેન્ચમાં વાત કરવા લાગ્યા. જેમાં મને ત્રણ શબ્દો સમજાયા. જેમાં પ્રથમ શબ્દ હતો ઇન્ડિયન, બીજો શબ્દ હતો ડોક્ટર અને ત્રીજો શબ્દો મોદી...મોદી... આઠ દસ વખત બોલ્યા. આ સાથે જ એ એમ્બ્યુલન્સ મારા પરિવારના સભ્યોને લીધા કે કશું કહ્યા વિના સીધી જ હોસ્પિટલ તરફ દોડવા લાગી.  પરિવારના લોકો વિચારવા લાગ્યા કે આ મને ક્યા લઇ ગયા? જેથી ત્યાં હાજર લોકોએ કહ્યું કે આ એમ્બ્યુલન્સ ત્યાની એક ખાનગી હોસ્પિટલની છે અને તેમને ત્યાં લઇ ગયા છે. માત્ર પાંચ મિનિટમાં ઓપરેશ 2 વાગ્યેને 15 મિનિટે હોસ્પિટલમાં લઇ જવાયો અને 2 વાગ્યેને 20 મિનિટમાં મને સીધા ઓપરેશન થિયેટરમાં લઇ ગયા. તેમણે મારુ કોઇ રજીસ્ટ્રેશન ન કર્યું, કોઇ ફોર્મ ન ભરાવ્યું, કોઇ ખર્ચની વાત કે પરિવાર અને મારી સહમતી લીધા વિના જ સીધા જ ટ્રીટમેન્ટ આપવા લાગ્યા. ત્યાં સુધી કે મારી પાસે તો મારો પાસપોર્ટ પણ ન્હોતો. હું પોતે આર્થોપેડિક સર્જન છું અને 43 વર્ષથી ડોક્ટર તરીકે ફરજ બજાવું છું પરંતુ મેં ક્યારેય નથી જોયું કે આટલી જલદી કોઇને ટ્રીટમેન્ટ ક્યાંય મળતી હોય. ત્યાં સુધી કે હું વિદેશી પ્રવાસી હોવા છતાં મારો કોરોના ટેસ્ટ કરવાની પણ રાહ ન જોઇ અને મારી ટ્રીટમેન્ટ શરૂ કરી દેવાઇ હતી.

  આ પણ વાંચો- ઢોર નિયંત્રણ વિધેયક સરકાર પરત ન ખેંચે તો જાન્યુઆરી 2023માં બિલ આપોઆપ થશે રદ

  ICUનો પ્રતિદિવસનો ચાર્જ સવા લાખ

  ડૉ. ગોયલે જણાવ્યું કે, ડોક્ટર્સે રિપોર્ટ કરીને તરત જ મને બતાવ્યું કે તમારી બે નળીમાં 95 ટકા બ્લોકેજ છે. ડોક્ટરે મને કહ્યું અંગ્રેજીમા કહ્યું યુ ડોન્ટવરી, યુઆર અવર ફ્રેન્ડ, યુઆર ઇન્ડિયન, વી વીલ ટેક કેર ઓફ યુ. ઓપરેશન કરી એન્જીયોપ્લાસ્ટી કરી એક નસમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યું અને મને ICUમાં રાખવામાં આવ્યો. જ્યાં મને પછીથી ખબર પડી કે અહીં રૂમનો પ્રતિદિવસ ચાર્જ ભારતીય રૂપિયામાં 1 લાખ 30 હજાર આસપાસ છે. જેમાં હું છ દિવસ સુધી રહ્યો. મેં એમ્બ્યુલન્સમાં મોદીજીનું નામ લીધું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં  અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા મિત્રો છે. જેથી ફ્રાન્સના ડોક્ટર્સને કદાચ લાગ્યું હતું કે જો પેશન્ટને કંઇ થઇ જશે તો મોટો ઇશ્યું થઇ શકે છે.

  જો દસ મિનિટ મોડું થયું હોત તો કદાચ હું ન બચ્યો હોતતેમણે કહ્યું, જો મારુ ઓપરેશન કરતા પહેલા મારુ રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતોમાં જો 10થી 15 મિનિટ કાઢી હોત તો કદાચ હું ન બચ્યો હોત. જ્યારે મારું ઓપરેશન થયું ત્યારે પણ મારું કોઇ સગા-સંબંધી હોસ્પિટલમાં ન્હોતું. મારા પરિવારના લોકો તો હોસ્પિટલ શોધતા હતા. છતાં ફ્રાન્સના ડોક્ટર્સે અજાણ્યા વ્યક્તિને કે જેને 95 ટકા બ્લોકેજ છે તેને સારવાર આપવામાં સહેજ પણ ખચકાયા નહીં.

  આ પણ વાંચો- રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી. નડ્ડાનું સંબોધન

  હોસ્પિટલના બિલ અંગે ડોક્ટર્સે ક્યારેય કશું ન પુછ્યુંતેમણે કહ્યું પહેલા દિવસે ઓપરેશન કરી એક નસનું બ્લોકેજ દૂર કરવામાં આવ્યું હતું. જ્યાર બાદ ચોથા દિવસે ફરી બીજુ નસનું બ્લોકેજ દૂર કરવા ઓપરેશન કરવાનું હતું. જેથી મેં વિચાર્યું કે ભારત થઇને બીજી નસનું બ્લોકેજ દૂર કરવી લઇશું. ત્યારે હોસ્પિટલના હેડ ત્યાં આવ્યા અને તેમણે કહ્યું અમે તમારા માટે કોઇ જોખમ લેવા નથી માંગતા. તમારા માટે હાલ મુસાફરી કરવી સલામત નથી. તમે ચિંતા ન કરો તમે અમારા મિત્ર છો. તેમણે મારી સાથે મેડિકલ બિલ અંગે કોઇ જ ચર્ચા ન કરી. મારા પુત્રએ પોતાના બેંક ખાતાનું કાર્ડ આપીને કહ્યું તમે આમાથી બિલની રકમ ચુકતે કરી લો. જો કે ડોક્ટર્સે તેમાંથી કોઇ જ ટ્રાન્જેક્શન કર્યા વિના પાછી આપું દીધું. જ્યારે મને રજા આપી ત્યારે પણ એક પણ રૂપિયો નથી માંગ્યો.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, PM Modi પીએમ મોદી, ગુજરાત, વડોદરા સમાચાર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन