Home /News /madhya-gujarat /

આસ્થાનું અનોખું ગામ: માંજલપુરના જીવામામા, જ્યાં રાજકારણી કે વ્યાપારી માથું ટેકવ્યા વગર જતા નથી...

આસ્થાનું અનોખું ગામ: માંજલપુરના જીવામામા, જ્યાં રાજકારણી કે વ્યાપારી માથું ટેકવ્યા વગર જતા નથી...

 શ્રદ્ધાપૂર્વક

 શ્રદ્ધાપૂર્વક માનેલી કોઈ પણ માન્યતા અવશ્ય પૂર્ણ થતી હોવાની આસ્થા

  નિધિ દવે, વડોદરા: આ વાત ત્યારની છે, જ્યારે સમગ્ર ભારત દેશમાં રાજા-મહારાજાઓનું રાજ ચાલતું હતું અને એ સમયગાળામાં વડોદરા સ્ટેટ ઉપર ગાયકવાડ સરકારનું શાસન હતું. તેવા સમયમાં વડોદરા અને તેની આજુબાજુના ગામોમાં ધાડપાડુઓનો ઘણો ત્રાસ વર્તાતો હતો.


  ત્યારે માંજલપુર ગામ માંડ 500 થી 700 ની વસ્તી ધરાવતું ગામ હતું. એ વખતે ગામના થોડાક યુવાનો કોઈ ધાર્મિક પ્રસંગે ગામમાં ગયા હતા. ત્યારે આ તકનો લાભ લઇને લુંટવા માટે ધાડપાડુઓ ગામ ઉપર ત્રાટક્યા. એ દિવસે માંજલપુર હરિજનવાસમાં પરણાવેલી પોતાની બહેન અને બનેવી તેમજ ભણ્યા ઓ ને મળવા માટે જીવો નામનો યુવાન આવ્યો હતો અને તેણે જ્યારે જોયું કે ગામમાં ધાડપાડુઓ આવ્યા છે અને ગામને લૂંટી જશે. પોતાની બહેનના સસરાને લુટાતું કેમ જોવાય, તો પોતે એકલા હાથે ધાડપાડુઓ સામે લડ્યા અને ધાડપાડુઓને પાછા ભગાડ્યા હતા.


  પરંતુ પાછા જતાં જતાં ધાડપાડુઓ એ જીવા ઉપર જીવલેણ હુમલો કર્યો અને આજના આ મંદિરની જગ્યા ઉપર જીવાએ અંતિમ શ્વાસ છોડયા હતા. ગામના લોકોએ આ યુવાન પોતાના ભાણિયાને મળવા આવેલો અને ગામને બચાવવા જતાં શહીદ થયો. તેથી ગામનાં લોકોએ તેમને રક્ષક દેવ તરીકે સ્થાન આપ્યું તથા માંજલપુર ગામના મામા તરીકે સ્થાન પ્રાપ્ત થયેલ છે.

  આ પણ વાંચો: સુરત: ચોર માત્ર કારમાં પડેલી વસ્તુઓની કરતો હતો ચોરી, આ રીતે ઝડપાયો


  જીવામામા જેઓ હરિજન જાતિમાં જન્મેલા તથા દારુ અને માંસનું સેવન કરતા હતા. તેથી આ મંદિરો ઉપર શ્રદ્ધાપૂર્વક માનેલી કોઈ પણ માન્યતા અવશ્ય પૂર્ણ થાય છે અને લોકો પોતાના માનેલા કાર્ય પૂર્ણ થઇ અહીં દારૂની ભેટ ચડાવે છે. ઘણા લોકો અહીં જીવતા પશુ અને પક્ષીઓની પણ ભેટ ચડાવે છે. પરંતુ આ મંદિર ઉપર બલી પ્રથા બિલકુલ નથી, તેથી જીવામામાના નામ ઉપર પશુ અને પક્ષીઓને છૂટા મૂકી દેવામાં આવે છે.


  આજે આ વાતને વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી લૂંટ કે ધાડ જેવો કોઈ જ બનાવ માંજલપુર ગામમાં બન્યો નથી. આ તમામ મંદિર વિશેની માહિતી જેઓને સાક્ષાત જીવામામા એ સદેહ ડિસેમ્બર 1975માં સવારે 4 વાગ્યાના સુમારે દર્શન આવેલા એવા મોતીભાઈ દોલાભાઈને જણાવી હતી. અને તેમણે માંજલપુર ગામના કુંભારવાળો મહોલ્લાના યુવાન ભરતસિંહ અંબાલાલ સોલંકીને માહિતી આપેલ.

  આ પણ વાંચો - ઓડિશાના 'ડ્રગ્સ માફિયા'ને surat crime branchએ દબોચી લીધો, કરોડોના ગાંજાનો વેપલો ચલાવતો


  તદુપરાંત મંદિરની જગ્યાએ ગામના લોકોએ સ્વૈચ્છિક રીતે હાલના આ મંદિરનું નિર્માણ કર્યું અને 21 જૂન, 1992ના પવિત્ર દિવસે જીવા મામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરને નવો આકાર આપ્યો હતો. તથા મંદિરની આવક તથા ગ્રામજનો તેમજ દાતા ભક્તોના સહયોગ દ્વારા માંજલપુર ગામ જીવામામાના પ્રવેશદ્વારનું નિર્માણ કરી જેઠ સુદ 2 તારીખ 29 જૂન, 2006 સોમવારના પવિત્ર દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો - surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

  જીવામામાના મંદિરે રાજકારણી, વ્યાપારીઓ માથું ટેકવ્યા વગર જતા નથી. તથા લગ્નમાં અવરોધ, વિઝા સહિતના પ્રશ્નો ઉકેલવા માટે પણ લોકો જીવામામા પાસે આવે છે. જીવામામાને દારૂની સાથે ચણા અને ચવાણું તેમજ સિગરેટ પણ ચડાવવામાં આવતી હોય છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara City, વડોદરા

  આગામી સમાચાર