Home /News /madhya-gujarat /Vadodara: ધ રેપસોડી ટાઈટલ અંતર્ગત હ્યુમન ફિગર સાથે નેચરને કનેક્ટ કરતી અનોખી શૃંખલા પ્રદર્શીત કરાઈ; આ સમયે લઈ શકશો મુલાકાત

Vadodara: ધ રેપસોડી ટાઈટલ અંતર્ગત હ્યુમન ફિગર સાથે નેચરને કનેક્ટ કરતી અનોખી શૃંખલા પ્રદર્શીત કરાઈ; આ સમયે લઈ શકશો મુલાકાત

આર્ટીસ્ટ

આર્ટીસ્ટ આશિષ દાસે 40 જેટલાં ગ્રુપ અને સોલો શૉ કર્યાં છે.

આર્ટીસ્ટ આશિષ દાસ મૂળ કલકત્તાના છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા છે. આર્ટિસ્ટ આશિષ કુમાર દાસે બનાવેલાં 21 સ્કલ્પચર્સને એલેમ્બિક સીટીમાં આવેલી ધ ડિસ્ટીલેરી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે

    Nidhi Dave, Vadodara: આર્ટીસ્ટ આશિષ દાસ મૂળ કલકત્તાના છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા છે. આર્ટિસ્ટ આશિષ કુમાર દાસે બનાવેલાં 21 સ્કલ્પચર્સને એલેમ્બિક સીટીમાં આવેલી ધ ડિસ્ટીલેરી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે. જે વિશે આર્ટિસ્ટ આશિષ કુમાર દાસે જણાવ્યું કે, મેં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સમાંથી સ્કલ્પચરમાં માસ્ટર્સ કર્યું છે. આ ક્ષેત્રે હું 30 વર્ષથી કાર્યરત છું.

    આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરાયેલાં દરેક સ્કલ્પચર જાણે પોતાની આગવી વાર્તા અને ઓળખ દર્શાવતા હોય તેવું પ્રતિત થાય છે. જેથી આ એક્ઝિબિશનને ધ રેપસોડી ટાઈટલ આપવામાં આવ્યું છે. જે ગ્રીક ભાષાનો શબ્દ છે. અને તેનો અર્થ હાઈલી એક્સપ્રેસિવ તેવો થાય છે.અત્યારે સુધી આશિષ દાસે 40 જેટલાં ગ્રુપ અને સોલો શૉ કર્યાં છે. આ એમનું 19 મું સોલો શૉ છે. જેના પ્રિવ્યુ શૉનું આયોજન અહીં વડોદરામાં કરાયું છે.

    આર્ટિસ્ટ આશિષ કુમાર દાસને અત્યાર સુધી  8 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલના સન્માનો અને ફેલોશિપ પણ મળી છે. ઉપરાંત એમણે વૉલ ઓફ પીસ પ્રોજેક્ટ હેઠળ બનાવેલાં સ્કલ્પચર્સ કેનેડાના ટોરેન્ટો શહેરના મ્યુઝિયમમાં મૂકાયેલાં છે. આશિષ કુમાર હ્યુમન ફિગરને નેચર સાથે કનેક્ટ કરે છે. કારણ કે, પર્યાવરણ વગર માનવનું અસ્તિત્વ શક્ય જ નથી. આ એક આખી શૃંખલા છે, જેને બેલેન્સ કરવી ખૂબ જરુરી છે.

    આ પણ વાંચો: નવરાત્રિમાં ગરબા ખૈલૈયાઓ અવનવા ગરબા સ્ટેપ્સ કરી રમઝટ બોલાવશે; જુઓ વીડિયો

    વધુમાં જાણવા મળ્યું કે, એમના પિતાજી સોની હતા. એટલે ધાતુ પર બારીકીથી કામ કરવાનું એમના પિતા પાસેથી જ શીખ્યું. જેથી આ સ્કલ્પચર વધુ આકર્ષિત બને છે. આ તમામ સ્કલ્પ્ચર તાંબામાંથી જ બનાવવામાં આવ્યા છે.આ એક્ઝિબિશન એક પ્રિ વ્યુ શો છે. હવે આગામી 11 થી 17 ઓક્ટોબર દરમિયાન જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઈ અને 1 થી 7 ડિસેમ્બર દરમિયાન હેબીટેટ સેન્ટર, વિઝ્યુઅલ આર્ટ ગેલેરી, દિલ્હી ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
    First published:

    Tags: Art exhibitions, Art Gallery Exhibition, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन