Home /News /madhya-gujarat /Vadodara: પર્યાવરણ બચાવવા આ સખી મંડળની અનોખી પહેલ; કચરામાંથી ખાતર બનાવી મેળવે છે આવક

Vadodara: પર્યાવરણ બચાવવા આ સખી મંડળની અનોખી પહેલ; કચરામાંથી ખાતર બનાવી મેળવે છે આવક

X
વડાવરણ

વડાવરણ ગ્રુપ એ વડોદરા શહેરની સખી મંડળોને જોડીને એક નવી પહેલ શરૂ કરી 

યુવાનો પર્યાવરણને બચાવવા ઘણા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને યુવાનોની આગેવાની હેઠળ સામુદાયિક ખાતર પ્રક્રિયા દ્વારા કલાઈમેટ ચેન્જ એક્શનનો પ્રોજેક્ટ કાર્યરત છે. વડોદરા શહેરના યુવાનો દ્વારા ખાસ પર્યાવરણ માટે વડાવરણ ક્લેક્ટિવ ગ્રૂપ શરૂ

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના યુવાનો પર્યાવરણને બચાવવા ઘણા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને યુવાનોની આગેવાની હેઠળ સામુદાયિક ખાતર પ્રક્રિયા દ્વારા કલાઈમેટ ચેન્જ એક્શનનો પ્રોજેક્ટ કાર્યરત છે. વડોદરા શહેરના યુવાનો દ્વારા ખાસ પર્યાવરણ માટે વડાવરણ ક્લેક્ટિવ ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું. વડાવરણ નામનો મતલબ વડ અને વાતવરણનો સમન્વય. વડાવરણ ગ્રુપ એ વડોદરા શહેરની સખી મંડળોને જોડીને એક નવી પહેલ શરૂ કરી છે.

વડાવરણ ગ્રુપના સંચાલક રાજશ્રી એ જણાવ્યું કે, વડોદરા શહેરમાં વાતાવરણ માટે યુવાનો કંઈક કામ કરી શકે એ માટે ખાસ આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. અને આ ગ્રુપ સખી મંડળ સાથે જોડાયેલું છે. જેથી ઘરમાં જે લીલો કચરો નીકળે છે એને એકત્રિત કરીને, એમાંથી ખાતર બનાવી અને પૈસા પણ કમાવી શકે છે. જેથી પૈસા પણ કમાવી શકાશે અને સાથે સાથે પર્યાવરણમાં એટલું પ્રદૂષણ પણ ઓછું ફેલાશે.

વડાવરણ ગ્રુપ એ સખી મંડળને પહેલા તાલીમ આપે છે કે કેવી રીતે ખાતર બનાવી શકાય અને આ ગ્રુપમાં જોડાયેલ યુવાનો સ્વયંસેવકનું કામ કરી રહ્યા છે. અને એક વખત ખાતર બની ગયા પછી એ ખાતરને બજારમાં કેવી રીતે વેચવો એ પણ શીખવાડવામાં આવતું હોય છે અને કંપનીઓ, નર્સરી, દુકાનદારો સાથે આ બધાનો સંપર્ક કરાવીને ત્યાં પણ ખાતર પહોંચાડવામાં આવી રહ્યું છે. તદુપરાંત શહેરમાં યોજાતાં સખી મંડળ મેળામાં પણ આ ખાતરને ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું હતું.

અત્યાર સુધી 15,000 જેટલો લીલો કચરો એકત્ર કરવામાં આવ્યો અને એમાંથી 5000 જેટલું ખાતર બન્યું. મહિલાઓ એક મહિનાના 10 થી 12 હજાર જેટલા પૈસા કમાઈ રહ્યા છે. અને હજી વધારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ સખી મંડળો આ કાર્યમાં જોડાય. સૌપ્રથમ તો બે સખી મંડળથી શરૂઆત કરવામાં આવી હતીઝ અત્યારે પાંચ થી છ સખી મંડળો આ પ્રોજેક્ટમાં કાર્યરત છે.

સખી મંડળના રોશન બેન વોરા એ જણાવ્યું કે, શરૂઆતમાં આ કાર્ય ખૂબ અઘરું લાગ્યું કારણકે લોકોને ખબર નથી કે અમે શું કામ કરી રહ્યા છે. તદુપરાંત જે અમે કચરો ભેગો કરી રહ્યા છે એ ભેગો કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડી હતી. એટલે મુખ્ય કામ કચરો ભેગો કરવાનું છે. ત્યારબાદ અમે એનું ખાતર બનાવી એ છે. ખુશીની વાત એ છે કે, અમે કચરામાંથી પૈસા કમાવી રહ્યા છે. અમને પણ પહેલા નહોતી ખબર કે કચરામાંથી આવી રીતે પૈસા કમાવી શકાય છે. વડાવરણ ટીમે અમને જે પ્રમાણે શીખવાડ્યું છે, એ વસ્તુ અમે બીજી બહેનોને પણ શીખવાડીએ છીએ જેથી એ લોકો પણ પૈસા કમાવી શકે.

આઠ નવ મહિનાથી અમે આ પ્રોજેક્ટમાં જોડાયેલ છે, કચરો એકત્રિત કર્યા બાદ 45 દિવસ પછી ખાતર સ્વરૂપે તૈયાર થયું. ત્યારબાદ અમે જેટલા લોકોને મળીએ એ તમામ લોકોને ખાતર વિશે સમજાવીએ. જેથી કરીને ખાતરનું વેચાણ કરી શકીએ.
First published:

Tags: Environment, Save Environment, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો