Home /News /madhya-gujarat /Vadodara: હેરિટેજ વારસાને જાહેર જીવનમાં લાવી સાચવવાની જાણીતા ફોટોગ્રાફરની અનોખી પહેલ; જૂઓ Video

Vadodara: હેરિટેજ વારસાને જાહેર જીવનમાં લાવી સાચવવાની જાણીતા ફોટોગ્રાફરની અનોખી પહેલ; જૂઓ Video

X
રાહુલ

રાહુલ ગજ્જરે ફોટો દ્વારા રેકોર્ડ કરેલી હેરિટેજ કલાકૃતિને આપ્યો નવો આકાર.

આપણા હેરિટેજ વારસાને જીવંત રાખવા માટે વડોદરા શહેરના ફોટોગ્રાફરે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. મિત્રોને હેરિટેજનો એક ભાગ ભેટમાં આપવો એવા વિચાર સાથે ઐતિહાસિક ઈમારતની કોતરણી પરથી કાનમાં પહેરવાના જુમખા (ઇયરિંગ્સ) બનાવ્યા. ફોટોગ્રાફર રાહુલ ગજ્જર છેલ્લા 40 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે.

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: આપણા હેરિટેજ વારસાને જીવંત રાખવા માટે વડોદરા શહેરના ફોટોગ્રાફરે એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય એવો વિચાર ફોટોગ્રાફર રાહુલ ગજ્જરને આવ્યો. શોખ અને કામ માટે તો દરેક લોકો ફોટોગ્રાફી કરતા જ હોય છે પરંતુ જે વસ્તુ, ઈમારત કે કલાકૃતિની તમે ફોટોગ્રાફી કરી રહ્યા છો એને અન્ય રીતે કંડારીને જીવંત રાખવાનો વિચાર ક્યારેય કોઈના મનમાં આવ્યો છે ખરો.

ફોટોગ્રાફર રાહુલ ગજ્જર છેલ્લા 40 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને વડોદરા નજીક આવેલ પાવાગઢ સ્થિત ચાંપાનેરની ફોટોગ્રાફી ઘણા વર્ષોથી કરી રહ્યા છે. ફોટોગ્રાફર રાહુલ ગજજરે જણાવ્યું કે, જ્યારે શાળા કોલેજ માંથી પ્રવાસે લઈ જવામાં આવતા ત્યારે ઐતિહાસિક ઈમારતોની કોતરણી અને કલાકૃતિ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો.



જેને લઇને મેં ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું. ચોમાસા દરમિયાન ખૂબ જ વરસાદ હતો અને એ સમયે હું એક ઐતિહાસિક ઈમારતની ફોટોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે કોતરણીમાં મને એક મોર દેખાયો. ત્યારબાદ મને દરેક કોતરણીમાં કંઈક અલગ પ્રકારનું આકર્ષિત ચિત્ર દેખાતું.



ત્યારબાદ ફોટોગ્રાફર રાહુલ ગજ્જરને યુરોપ જવાનું થયું તો એમના મિત્રો માટે શું ભેટ લઈ જવી એની મૂંઝવણ હતી. એટલામાં જ એમને એક વિચાર આવ્યો અને કોતરણીના ફોટોગ્રાફ ઉપરથી ચિત્ર દોર્યું. મિત્રોને હેરિટેજનો એક ભાગ ભેટમાં આપવો એવા વિચાર સાથે ઐતિહાસિક ઈમારતની કોતરણી પરથી કાનમાં પહેરવાના જુમખા (ઇયરિંગ્સ) બનાવ્યા. અને આ ભેટ મિત્રોને ખૂબ જ ગમતા આગ્રહ કર્યો કે, તેઓ આ પ્રકારે હેરિટેજને જીવંત રાખવા માટે જ્વેલરી બનાવે.



યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરની ઇમારતોના આર્કિટેક્ચર અને કલાકારી બેનમૂન અને અલભ્ય છે. ત્યારે હવે આ આર્કિટેક્ચર અને કલાકારીના અંશ માત્ર ચાંપાનેર સ્થળ પર જ નહીં પણ લોકોના ઘરમાં પણ જોવા મળે એ હેતુસર આ એક નવી પહેલ કરવામાં આવી છે.





ફોટોગ્રાફર રાહુલ ગજ્જરે હેરિટેજ ઇમારતોને ફોટોગ્રાફમાં કેદ ન રાખતાં તેને જન સામાન્ય સુધી પહોંચાડવા માટે ઘણી મહેનત કરી છે અને એમની સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર સોનલ મહેશ્વરીનો સહકાર પ્રાપ્ત થતા "ઓમેસા" ની શરૂઆત કરી. અને હવે ફક્ત ચાંપાનેર જ નહીં પરંતુ વિવિધ હેરિટેજ ઇમારતો અને કોતરણી ઓને જીવંત રાખવા માટે એની પણ જ્વેલરી બનાવવામાં આવી રહી છે.



ઘણા રિસર્ચ બાદ ઓરિસ્સા, બનારસ, કલકત્તા જેવા સ્થળો પર કારીગરોને મળ્યા અને શરૂઆત કરી. આ જવેલરી બનાવવા સ્ટેનલેસ સ્ટીલ, કોપર, બ્રાસના ઉપયોગ સાથે અને હવે સિલ્વર-ગોલ્ડની જ્વેલરી પણ બનાવી. અને આ નવો અભિગમ ખૂબ જ મહત્વનો એટલા માટે છે કારણ કે જે હેરિટેજને આપણે ગુમાવી રહ્યા છે અથવા તો લુપ્ત થઈ રહી છે, એવી વસ્તુઓ આવનારી પેઢી પણ જોવે અને હેરિટેજ હંમેશા જીવંત રહે તે હેતુસર આ શરૂ કરવામાં આવ્યું છે. વધુ માહિતી અહીં મેળવી શકો છો: https://instagram.com/omessajewels?igshid=YmMyMTA2M2Y=
First published:

Tags: Heritage city, Local 18, Vadodara

विज्ञापन