Home /News /madhya-gujarat /Vadodara: લગ્નમાં આવતા મહેમાનના આ કલાકરે દિલ જીતી લીધા, આપ્યો આ સંદેશ

Vadodara: લગ્નમાં આવતા મહેમાનના આ કલાકરે દિલ જીતી લીધા, આપ્યો આ સંદેશ

X
 'MY

 'MY VOTE OUR FUTURE' જેવાં સુંદર સ્લોગન સાથે રંગોળીનું સર્જન કર્યું.. 

વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે શહેરના આર્ટિસ્ટે અનોખો પ્રયાસ કર્યો છે. પોતાના લગ્ન પ્રંસગે 30 કિલો ફૂલની રંગોળી બનાવી છે અને માય વોટ અવર ફ્યુચર સ્લોગન લખી લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.

    Nidhi Dave, Vadodara: વિધાનસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ અનેક લોકો પોતાની રીતે પણ મતદાન જાગૃતિના કાર્ય કરે છે. વડોદરામાં કલાકારે પોતાના શુભ પ્રંસગે મતદાન જાગૃતિ વિષે રંગોળી બનવી છે અને લોકને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

    પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહે પ્રસંગને ઉત્સવમાં પરીવર્તન કર્યું છે.પોતાના લગ્ન પ્રસંગે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ મતદાન જાગૃતિનો સંદેશને લોકો સુધી પહોચાડવા, લોકોને મતદાન માટે પ્રેરિત કરવાના આશયથી કલાકારે તેમના શુભ પ્રસંગે ગણેશ સ્થાપનાં મંગલ પ્રસંગે મતદાન જાગૃતિની રંગોળી બનાવી હતી.

    રંગોળી બનાવતા 4 કલાક લાગ્યા,30 કિલો ફૂલનો ઉપયોગ

    કારેલીબાગ વિસ્તારમાં રહેતાં આર્ટિસ્ટ કિશન શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાના લગ્ન મંડપમાં ફુલોની વિશાળ રંગોળી બનાવી છે. મતદાન જાગૃતિની રંગોળી તૈયાર કરતા 4 કલાક જેટલો સમય લાગ્યો હતો. જેમાં 30 કિલો જુદાજુદા ફુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અને તેમાં 'MY VOTE OUR FUTURE' જેવાં સુંદર સ્લોગન લખવામાં આવ્યું હતું.

    માય વોટ અવર ફ્યુચર સૂત્ર લખ્યું

    કિશન શાહે જણાવ્યું હતું કે, પરમહંસ આર્ટ દ્વારા હંમેશા કંઈક નવીન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હાલ ચૂંટણીને માંડ બે-ત્રણ દિવસનો સમય બાકી છે, ત્યારે મારા લગ્ન પ્રસંગે આવનાર તમામ લોકો મતદાન અવશ્ય કરે તે હેતુથી કારેલી બાગમાં વેલચંદ બેંકર પાર્ટી પ્લોટના પ્રાંગણમાં 4 કલાકની મહેનત બાદ વિશાળ રંગોળી બનાવી છે. જેમાં જુદાજુદા કલરના 30 કિલો ફુલનો ઉપયોગ કર્યો છે. જેમાં માય વોટ અવર ફ્યુચર સ્લોગન દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Local 18, Vadodara, Voting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन