Home /News /madhya-gujarat /વડોદરા: વન્ય પ્રાણી સપ્તાહની અનોખી ઉજવણી, 14 શાળામાં ફોટોગ્રાફી એક્ઝિબિશન થયું

વડોદરા: વન્ય પ્રાણી સપ્તાહની અનોખી ઉજવણી, 14 શાળામાં ફોટોગ્રાફી એક્ઝિબિશન થયું

Vadodara News : 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજી.

Vadodara News : 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજી.

વન્ય પ્રાણીઓ (Wild animals) અને પક્ષીઓ (Birds)  પ્રકૃતિ અને પર્યાવરણ માટે (Environment)  અનિવાર્ય અગત્યતા ધરાવે છે.ત્યારે હાલમાં ઉજવાઈ રહેલા વન્ય જીવ સપ્તાહની (Wild Life Week Celebration in Vadodara)  અનોખી ઉજવણી વન્ય પ્રાણી અને પક્ષી છબિકાર ડો.રાહુલ ભાગવતે એકલ અભિયાન - one man movement ના રૂપમાં કરી છે. તેમાં તેમને વડોદરા વન્ય જીવ વિભાગનો મક્કમ સહયોગ મળ્યો છે. છેલ્લા સાત દિવસ દરમિયાન તેમણે જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં ફરી વળીને 14 જેટલી શાળાઓમાં (Photography exhibition of Wildlife held in 14 Schools of Vadodara )  વન્ય જીવ સંપદા ફોટો પ્રદર્શન યોજ્યા છે. તેનો લાભ 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લઈને પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજ  છે.

તેમણે આ અભિયાન હેઠળ શાળાઓમાં વિડિયો પ્રેઝન્ટેશન અને ડોક્યુમેનટ્રીઝ બતાવીને પ્રાણીઓ, પક્ષીઓની ઓળખ, વિશેષતાઓ, વસવાટના સ્થળો, ખાનપાન અને જીવન શૈલી, પ્રજનન અને બાળ જન્મ, તેમના પર તોળાતા જોખમોની વિગતવાર જાણકારી આપીને તેમના રક્ષણની પ્રેરણા આપી છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ ના જીવન અંગે શાળાઓમાં ચિત્ર, વકતૃત્વ, નિબંધ, સૂત્ર સ્પર્ધાઓ યોજી લાભાર્થીઓના જ્ઞાનમાં વધારો કર્યો છે.

ફોટોગ્રાફ ડૉ. ભાગવત


વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એ કુદરતની વિવિધતાનો અમુલ્ય વારસો છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.ભાગવતે જણાવ્યું કે, બાળ પેઢીમાં એની અગત્યતાની સમજણ કેળવવાથી જ આ વારસો સચવાશે. અન્યથા ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓ વિલુપ્ત થઈ ગયાં છે અને ઘણાનું અસ્તિત્વ જોખમમાં છે. એ પરિસ્થિતિને ટાળવામાં યોગદાન આપવાનો આ પ્રયત્ન છે.

વન્ય જીવ વિભાગમાં મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ તેમના અભિયાનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. વન્ય જીવ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાંબુઘોડાના ક્ષેત્રીય સ્ટાફના પૂર્ણ સહયોગથી આ અભિયાન યોજી શકાયું છે. તેની સાથે આ દિવસો દરમિયાન તેમણે ચોમાસાંને લીધે લીલાં થયેલા જંગલો અને ખેતરોમાં પક્ષીઓના આનંદોત્સવની તસવીરો પણ લીધી છે.
First published:

Tags: Wild Life, વડોદરા સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો