શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
વડોદરામાં સેના દિવસે શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યો હતું. તેમજ લાઇ ડેમોનું પણ આયોજન કરાયું હતું. શહેરનાં લોકો, યુવાનો અને બાળકોએ સેનાનાં શસ્ત્ર નીહાળ્યાં હતાં. તેમજ શસ્ત્રો વિશે માહિતી મેળવી હતી.
Nidhi Dave, Vadodara: સેના દિવસ પરેડ 2023 અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દક્ષિણ કમાન મુખ્યાલય અને તેના પરીક્ષણ કમાન મુખ્યાલયના નેજા હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગ ઇ. એમ. ઇ સ્કૂલ દ્વારા આજરોજ વડોદરા ખાતે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો હેતુ દેશના યુવાનોને ઉત્સાહિત કરવાનો અને ભારતીય સેનાની શક્તિ અને ક્ષમતાને પ્રદર્શિત કરવાનો છે.
આ પ્રદર્શનમાં ગન સિસ્ટમથી લઈને વિવિધ પ્રકારના લશ્કરી સાધનો, સર્વેલન્સ સાધનો, નાના આર્મ્સ, કોમ્બેટ વાહનો અને એર ડિફેન્સ રડાર સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતો.
તેમજ લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો યુવાનો અને બાળકોએ હાજર રહી પોતાની સેના વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી.