Home /News /madhya-gujarat /Vadodara: ગાયોની રોટલીઓ બનવાવવા વસાવ્યું મશીન:  ગૌ સેવાની જાણવા જેવી વાતો 

Vadodara: ગાયોની રોટલીઓ બનવાવવા વસાવ્યું મશીન:  ગૌ સેવાની જાણવા જેવી વાતો 

તમારા

તમારા હાથની લકીરો બદલવી હોય તો ગાયને રોટલી ખવડાવો અને જ્યાં સુધી ગાયનું અસ્તીત્વ રહેશે, ત્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહેશે. આ બે સુવાક્ય વડોદરા શહેરના મહેશભાઈ ઠક્કરને નવરાશની પળોમાં વાંચનમાં આવ્યા હતા. અને ત્યારથી એમણે ગૌ સેવાનું કાર્ય શરૂ કર્યું.

તમારા હાથની લકીરો બદલવી હોય તો ગાયને રોટલી ખવડાવો અને જ્યાં સુધી ગાયનું અસ્તીત્વ રહેશે, ત્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહેશે. આ બે સુવાક્ય વડોદરા શહેરના મહેશભાઈ ઠક્કરને નવરાશની પળોમાં વાંચનમાં આવ્યા હતા. અને ત્યારથી એમણે ગૌ સેવાનું કાર્ય શરૂ કર્યું.

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: તમારા હાથની લકીરો બદલવી હોય તો ગાયને (Cow) રોટલી (Roti) ખવડાવો અને જ્યાં સુધી ગાયનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી પૃથ્વીનું (Earth) અસ્તિત્વ રહેશે. આ બે સુવાક્ય વડોદરા શહેરના મહેશભાઈ ઠક્કરને (Maheshbhai Thakkar) વાંચવામાં આવ્યા હતા અને ત્યારથી તેમણે ગૌ સેવાનું કાર્ય શરૂ કર્યું.

    સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે.

    વડોદરાની સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે. વડોદરામાં વર્ષોથી હરીસેવા ટ્રસ્ટ સંલગ્ન રમણ મહર્ષી રાહત અન્ન વસ્ત્ર ક્ષેત્ર દ્વારા મૃત્યુ બાદનો નિઃશુલ્ક આખરી સામાન આપવાનું કામ કરી રહ્યું છે. હવે ટ્રસ્ટ દ્વારા વડોદરા નજીક આવેલા પાંજરાપોળમાં રહેતી ગાયોને રોજ 5 હજાર ઘી - ગોળવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત કરી છે. આ સંસ્થા દ્વારા ગાયો માટે પોષણયુક્ત રોટલી ખવડાવવા માટે વિશેષ રોટલી બનાવવાનું મશીન વસાવવામાં આવ્યું છે. આ સેવા ગુજરાતમાં તો ઠીક ભારતમાં પ્રથમ આ સેવા હશે.

    સંસ્થા દ્વારા એક કલાકમાં 1500 રોટલી બને તેવું મશીન વસાવવામાં આવ્યું છે.

    રોટલી બનાવવા માટે એક કલાકમાં 1500 રોટલી બને તેવું મશીન વસાવવામાં આવ્યું છે. તે સાથે રોટલીઓ પાંજરાપોળ સુધી પહોંચાડવા માટે એક વાન પણ વસાવવામાં આવી છે. ગૌ માતાઓને ઘી, ગોળ અને સિંધવ મીઠુંવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા 1 જુલાઇ -2022 અષાઢી બીજના દિવસથી શરૂ કરવામાં આવી છે તેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ ઠક્કરે જણાવ્યું.

    રોજની તાજી 5000 ઉપરાંત રોટલીઓ બનાવી અને ગાયોને ખવડવામાં આવે છે.

    હાલમાં ગાયોને પોષણ યુક્ત રોટલીઓ ખવડાવવાની શરૂઆત વડોદરા નજીક આવેલા દરજીપુરામાં અને સયાજીપુરા પાંજરાપોળમાં રહેતી ગાયોથી કરવામાં આવી છે. જેમાં દરજીપુરામાં 500 ગાયો અને સયાજીપુરા પાંજરાપોળ 400 ગાયો છે. રોજની તાજી 5000 ઉપરાંત રોટલીઓ બનાવી અને ગાયોને ખવડવામાં આવે છે. રોટલીનો લોટ, ગોળનું પાણી અને સિંધવ મીઠાનું પાણી નાખીને તૈયાર કરવામાં આવે છે. જેથી ગાયોને પોષક તત્વો મળી રહે.



    ગાયોને રોટલી ખવડાવવા માટે લોટ, ગોળ, ઘી, તેલ અને સિંધવ મીઠાનું લોકોદાન આપે છે: મહેશભાઈ,ટ્રસ્ટ સંચાલક

    મહેશભાઈ એ જણાવ્યું કે, અમારું લક્ષ્ય વડોદરા જિલ્લામાં આવેલા તમામ પાંજરાપોળમાં રહેતી ગાયોને રોટલી ખવડાવવાનું આયોજન છે. વર્ષો પૂર્વે અમારી સંસ્થામાં પ્રતિદિન 300 જેટલા લોકો જમતા હતા. પરંતુ, સમયજતાં આ સેવા બંધ થઈગઈછે. અમારું ટ્રસ્ટી મંડળ વધુમાં વધુ ગાયોને પોષણ યુક્ત રોટલીઓ ખોરાકમાં આપી શકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી જે સેવાભાવી લોકોને અમારી સંસ્થાની પ્રવૃત્તિની જાણ થઇ છે, તે લોકો પોતાના તરફથી ગાયોને રોટલી ખવડાવવા માટે લોટ, ગોળ, ઘી, તેલ અને સિંધવ મીઠાનું દાન આપી રહ્યા છે. તથા રોટલી બનાવવાનું મશીન અને કામધેનુ વાહીની પણ દાતાઓ તરફથી આપવામાં આવી છે.

    સરનામું : શ્રી હરી સેવા ટ્રસ્ટ,મરી માતાનો ખાંચો,ખંડેરાવ  માર્કેટ પાસે,વડોદરા.

    સંપર્ક નંબર : 9898520210, મહેશભાઈ ઠક્કર.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Cows, Organization, Vadodara, ખોરાક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन