Nidhi Dave, Vadodara: હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અલગ અલગ પ્રેરણા સ્વરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં આજે આપણે એવા સિંગલ મઘરની વાત કરીશું જેઓ હાલ 10માં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. હાલ વડોદરાના આજવા રોડ પર રહેતા ફરહીન વોહરા ભવિષ્યમાં સ્વનિર્ભર થઈ શકે અને પોતાના પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા હેતુથી અથાગ મહેનત કરી પરીક્ષા આપી રહ્યા છે.
વડોદરા શહેરમાં રહેતા સિંગલ મધર ફરહીન વોહરા હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તેઓ આ પરીક્ષા પોતાના લગ્ન જીવનના 15 વર્ષ પછી આપી રહ્યા છે.
હાલ તેઓ પોતાના 7 વર્ષના પુત્ર સાથે રહે છે. પુત્રના સંભાળ સાથે સાથે તેઓ ઘરનું ગુજરાન ચલાવવા કામની સાથે સાથે અભ્યાસ પણ કરે છે.
27 વર્ષીય ફરહીન વોહરા પોતાના અંગત જીવન વિશે જણાવતા કહે છે કે આજથી 15 વર્ષ પહેલા 2008માં ધોરણ 8ની પરીક્ષા આપી હતી. પિતા પાસે આગળ ભણાવવાની સગવડ ન હોવાથી તેઓએ અભ્યાસ છોડી દીધો હતો. 20 વર્ષની ઉંમરે તેઓના લગ્ન થયા હતા.
પરંતુ માત્ર 2 વર્ષના લગ્ન જીવનમાં મારા અને મારા સાસરિયાં વચ્ચે મતભેદો થતા પતિ- પત્નીના ઝગડા વધવા લાગ્યા હતા.
આજથી 6 વર્ષ પહેલા તેઓ પોતાના પતિના ઘરેથી વડોદરા માતાના ઘરે રહેવા આવી ગયા હતા. પતિ સાથે ન રહેવા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જે મંજૂર થઈ ગઈ છે.
ફરહીન પોતાના જીવન વિશે કહેતા જણાવે છે કે હાલ તેઓ પોતાના 7 વર્ષના પુત્ર સાથે રહે છે. પુત્રના સંભાળ સાથે સાથે તેઓ ઘરનું ગુજરાન ચલાવવા કામની સાથે સાથે અભ્યાસ પણ કરે છે. શાળાની સાથે ઘરના ખર્ચાઓ પણ પોસાય એમ નથી, પણ મારા પુત્રનો સહકાર અને એનો મારા પ્રત્યેનો આત્મવિશ્વાસ જોઈને મને હિંમત મળે છે.