Home /News /madhya-gujarat /વડોદરાના ડભોઈ રોડ પર આવેલ ચાર ગોડાઉનમાં ભીષણ આગ, સંચાલકોની બેદરકારી સામે આવી
વડોદરાના ડભોઈ રોડ પર આવેલ ચાર ગોડાઉનમાં ભીષણ આગ, સંચાલકોની બેદરકારી સામે આવી
ડભોઈ રોડ પર આવેલ ચાર ગોડાઉનમાં ભીષણ આગ (ફાઈલ તસવીર)
Vadodara fire: વડોદરાના ડભોઈ રોડ પર આવેલી ઝેનીથની સ્કૂલ પાસે આવેલી ડોલ્ફીન એસ્ટેટના ચાર ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
વડોદરા: વડોદરાના ડભોઈ રોડ પર આવેલી ઝેનીથની સ્કૂલ પાસે આવેલી ડોલ્ફીન એસ્ટેટના ચાર ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ આગ લાગવાથી ગોડાઉનમાં રહેલો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ડભોઈના ચાર ગોડાઉનમાં લાગી આગ
ઉલ્લેખનીય છે કે, આ ગોડાઉન ડભોઈ પર આવેલી ઝેનીથ હાઈસ્કૂલ પાસે આવેલી ડોલ્ફીન એસ્ટેટ આવેલું છે પરંતુ તેના માલીક દ્વારા ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈની સુવિધા રાખવામાં આવી ન હતી. મતબત કે સંચાલકોએ આ મામલે ખુબ જ બેદરકારી દાખવી છે. જો ફાયરની સુવિધા રાખવામાં આવી હોય તો ઉલ્લેખનીય છે કે, આગ આટલું વિકરાળ સ્વરૂપ ધારણ ન કરોત. આ એસ્ટેટમાં આરો કંપની, લક્ષ્મી એન્ટર પ્રાઈઝનું ગોડાઉન સહિત ચાર હોલસેલ માનસામાન મુકવાના ગોડાઉન આવેલા છે. જેમાં બપોરે બાર વાગે આગ લાગવાની ઘટના ઘટી હતી.
ગોડાઉનમાં આગ લાગવાથી ધુમાડો નીકળવાનું શરૂ થતા સ્થાનીક લોકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને આગને કાબુમાં મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભીષણ આગના ધુમાડાના ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. આ સાથે બીજા પણ ચાર ગોડાઉનને આગે લપેટમાં લીધા હતા. જેના પરિણામે પાણીગેટ, જી.આઈ.ડી.સી, દાંડીયા બજાર અને ગાજરવાડી ગોડાઉન ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોય્યા અને આગ પર કાબુ મેળવી લીધી હતી.
આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યાં
ફાયર બ્રિગેડના જવાનોની યોજનાથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આગ પર કાબુ મેળવવા માટે 40થી પણ વધારે જવાનો જોડાયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવને પગલે સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી લોકોને કાબુમાં લીધા હતા. તેની સાથે કંપનીના લોકો પણ આવી પહોય્ચા હતા અને આગને વધુ ફેલાતા રોકવા માટે અને સાવચેતીના ભાગરૂપે તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા.