વડોદરા: દેશની આઝાદીના 75માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે એથ્લેટિકસ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો અમૃત મહોત્સવ પ્રસંગે વિશિષ્ટ બીપી ખેલાડીઓનું સત્કાર કરવામાં આવ્યો.
રમતગમત ક્ષેત્રે જેને રમતગમતની જનની કહેવામાં આવે છે એવી એથ્લેટિક રમતની ભારતની સર્વોચ્ચ સંસ્થા એથ્લેટિકસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હાલમાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
સાંસ્કૃતિક નગરી વડોદરાનો રમતગમત અને કળાના ક્ષેત્રે ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. રમતગમત ક્ષેત્રે વડોદરાનો ઇતિહાસ સ્વર્ણિમ રહેલ છે અને વડોદરાની જૂની રમતગમત સંસ્થાઓ, અખાડાઓ અને ખેલાડીઓએ અભૂતપૂર્વ યોગદાન આપી વડોદરાનું નામ જે તે સમયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભજવ્યું હતું.
આજે બરોડા જીલ્લા એમેચ્યોર એથ્લેટિકસ એસોસિએશન જે 1976થી એથ્લેટિકસ ક્ષેત્રમાં કાર્યરત છે અને જિલ્લામાં એથ્લેટીક્સ પ્રવૃત્તિઓના પ્રોત્સાહન માટે અન્ય સ્પોર્ટસ સંસ્થાઓ સાથે કાર્ય કરે છે. તેના દ્વારા આજરોજ વડોદરાના જે ખેલાડીઓ કે જે 75 વર્ષથી વધુ આયુના છે અને રાષ્ટ્રીય સ્તરે, આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાનો યોગદાન આપી ચૂક્યા છે. જેના થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરાનું ગૌરવ વધ્યું છે તેવા ખેલાડીઓનો સત્કાર કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ 30 ખેલાડીઓનું સત્કાર કરવામાં આવ્યું છે.
આ સત્કાર સમારંભના મુખ્ય અતિથિ એથ્લેટિકસ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ ઓલિમ્પિયન આદિલ સુમરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં વિવેક પટેલ (અધ્યક્ષ ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન), તેજલ અમીન (ચેરપર્સન નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ) સાથે એથ્લેટિક્સ સેક્રેટરી લક્ષ્મણ કરંજગાવકર ઉપસ્થિત રહ્યા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર