Home /News /madhya-gujarat /Vadodara: કિન્નર સમાજે હાથી-ઘોડા પર કાઢી ભવ્ય શોભાયાત્રા; ઠેર ઠેર વધામણા કરાયા

Vadodara: કિન્નર સમાજે હાથી-ઘોડા પર કાઢી ભવ્ય શોભાયાત્રા; ઠેર ઠેર વધામણા કરાયા

X
માતાજીની

માતાજીની શોભાયાત્રામાં વડોદરા સહિત ભિન્ન શહેરોમાંથી 2000 જેટલા માસોબા જોડાયા...

વડોદરા સંસ્કારી નગરીમાં વ્યંઢળ સમાજ દ્વારા આજરોજ જવારા વિસર્જનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. આ શોભાયાત્રામાં શહેરની જનતા પણ જોડાઈ અને અલગ અલગ શહેરોમાંથી પણ માસીબા સામેલ થયા.

    Nidhi Dave, Vadodara: વડોદરા સંસ્કારી નગરીમાં વ્યંઢળ સમાજ દ્વારા આજરોજ જવારા વિસર્જનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. અખિલ ભારતીય કિન્નર સંમેલનનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પરમદિવસે પંચકુંડી યજ્ઞનું આયોજન હતું, અને આજરોજ માતાજીના જવારાની શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાનું પાંચમું વર્ષ છે.

    આ શોભાયાત્રામાં શહેરની જનતા પણ જોડાઈ અને અલગ અલગ શહેરોમાંથી પણ માસીબા સામેલ થયા. માતાજીની શોભાયાત્રામાં હાથી સવારી,11 ઘોડા બગ્ગી, રોયલ કાર, આદિવાસી નૃત્ય ગ્રુપ, બેન્ડ વાજા, તેમજ વડોદરા બહારથી આવેલ 2000 જેટલા માસીબા દિલ્હી, હરિયાણા, પંજાબ, મેરઠ, અને કાશ્મીરથી પણ જોડાયા હતા. શોભા યાત્રામાં જે હાથી સવારી રાખવામાં આવી હતી એ હાથી ખાસ જગન્નાથ મંદિર અમદાવાદથી લાવવામાં આવ્યા છે.

    વડોદરાના કિન્નર સમાજના અગ્રણી અંજુ માસી એ જણાવ્યું કે, આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને પૂર્વજોની શાંતિ માટે અને શહેરના લોકોની સુખાકારી માટે યજ્ઞ અને આ જવારા વાવીએ છીએ. આ શોભાયાત્રા માસીબાના અખાડા, બરાનપુરા થી કમુબાલા હોલ - ગેંડીગેટ દરવાજા - માંડવી- એમ. જી. રોડ - લહેરીપૂરા દરવાજા થઈ પરત - માસીબાના અખાડા ખાતે પરત ફરી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Vadodara, Vadodara Transgender

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन