Home /News /madhya-gujarat /Vadodara: વડોદરાનાં ફોટો જર્નાલિસ્ટોનું photo exhibition શરૂ: અનોખી દુનિયામાં ડોકિયું કરવાનું ચુકવા જેવું નથી

Vadodara: વડોદરાનાં ફોટો જર્નાલિસ્ટોનું photo exhibition શરૂ: અનોખી દુનિયામાં ડોકિયું કરવાનું ચુકવા જેવું નથી

X
જીવન

જીવન ઉત્સવ

વિશ્વ ફોટોગ્રાફી દિવસને (World Photography Day) અનુલક્ષીને ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા (Photo Journalist Association of Vadodara) દ્વારા આયોજિત જીવન ઉત્સવ "ક્લિક 9" (Click 9) તસવીર પ્રદર્શનીનો (Photo Exhibition) આજથી પ્રારંભ થયો છે.

વધુ જુઓ ...
  Nidhi dave, Vadodara: વિશ્વ ફોટોગ્રાફી દિવસને (World Photography Day) અનુલક્ષીને ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા (Photo Journalist Association of Vadodara) દ્વારા આયોજિત જીવન ઉત્સવ "ક્લિક 9" (Click 9) તસવીર પ્રદર્શનીનો (Photo Exhibition) આજથી પ્રારંભ થયો છે. શહેરના કીર્તિ મંદિરના (Kirti Mandir) પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી (Aakruti Art Gallery) ખાતે ત્રણ દિવસના છબી પ્રદર્શનમાં શહેરી જીવન અને ઉત્સવો, સાંપ્રત પ્રસંગોની ચેતના ઉજાગર કરતી 10 ફોટો જર્નાલિસ્ટની 90 તસવીરો મૂકવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેની આ 9મી આવૃતિ છે.

  1. ભુપેન્દ્ર રાણા

  ભુપેન્દ્ર રાણા છેલ્લા 40 વર્ષથી ફોટોગ્રાફી કરે છે. જેમણે એમના કેમેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાવભાવને કેદ કર્યા છે. આ ફોટોમાં પાછળ ભારતનો નકશો અને આગળ વડાપ્રધાન મોદી ભારતને આગામી વર્ષોમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાની નેમ લેતાં હોય એવી ઘટના.


  2. પ્રણય શાહ

  પ્રણય શાહ છેલ્લાં 10 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રમાં કાર્યરત છે. જેમણે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનું વિહંગાવલીકન કરી રહ્યા હોવાનું કેમેરામાં કેદ કર્યું છે.


  3. ચંદનગીરી

  ચંદનગીરી છેલ્લા 30 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે જે હકીકતથી શહેરીજનો દૂર ભાગે છે એવા વડોદરા શહેરના કુટપાથ પર ભણતા વિદ્યાર્થીઓને દર્શાવ્યા છે.


  4. જીગ્નેશ જોશી

  જીગ્નેશ જોશી છેલ્લા 24 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે ચોમાસાની ઋતુના હરિયાળા વાતાવરણમાં વિરહતા લક્કડખોદ પક્ષીની સુંદરતા બતાવી છે.


  5. અશ્વિન રાજપૂત

  અશ્વિન રાજપુત છેલ્લા 22 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે સંકળાયેલા છે. આ ફોટો શહેર નજીક આવેલા સોખડા ગામ જતા રરત્તામાં આવતાં તળાવની છે. જયાં સુગરીના અસંખ્ય માળા આવેલા છે. જેમાં સુગરીની ચંચળતા દર્શાવવામાં આવી છે.


  6. કેયુર ભાટિયા

  કેયુર ભાટિયા છેલ્લા 12 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં શહેરની દરેક ઐતિહાસિક ઈમારતી શણગારાઈ હતી. આ તસવીરમાં ઐતિહાસિક ઇમારતોની ભવ્યતા તથા વડાપ્રધાન અને સુનિતા વિલિયમ્સને એક સાથે કેમેરામાં કેદ કર્યા.


  7. ભરત પારેખ

  ભરત પારેખ છેલ્લા 32 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. વર્ષ 2017 સુધી સુરસાગરમાં ગણપતિનું વિસર્જન થતું હતું, તે સમયની આ તસવીર છે. જ્યારે હવે સ્વચ્છતા જાળવવા માટે સુરસાગરમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેથી આ અદભુત ક્ષણ આ તસ્વીરમાં નિહાળી શકાય છે.


  8. રણજિત સુર્વે

  રણજીત સુર્વે છેલ્લા 27 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. જેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે સરસ્વતિ છે જેને કમળના ફૂલ પર બિરાજમાન હોય એવી રીતે દર્શાવવામાં આવી છે.


  9. કમલેશ સુર્વે

  કમલેશ સુર્વે છેલ્લા 17 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકોટ ખાતે આવેલા મંદિરનો ફોટો છે, જેમાં 80 વર્ષના વૃદ્ધ મહિલા હાથમાં પહેરેલી બંગડીઓ નિહાળી રહ્યા છે. જે દર્શાવે છે કે ચહેરા પરની કાલીઓ અને શણગારને ઉમંરનો કોઈ બાધ હોતો નથી.


  10. કીર્તિ પડિયા

  કીર્તિ પડિયા છેલ્લા ૨૩ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. જેમણે શહેરના કિર્તિમંદિરના પરિસરમાં ઉગેલા મશરુમનો આ પાડ્યો હતો આ ફોટો એક નજરે વુડમાં સ્ટોનનું ઈન્સ્ટોલેશન હોય તેવો આભાસ કરાવે છે.

  વડોદરાના સિનિયર અને નામાંકિત છબી પત્રકારો ભૂપેન્દ્ર રાણા, અશ્વિન રાજપૂત, ભરત પારેખ, ચંદન ગિરિ, જીજ્ઞેશ જોશી, કમલેશ સુરવે, કેયુર ભાટિયા, કીર્તિ પડિયા, પ્રણય શાહ અને રણજીત સૂરવે નું પસંદગીનું કેમેરા વર્ક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. વાસ્તવિક જિંદગી, એની સાથે જોડાયેલો આનંદ, ઉર્મિઓ, ગ્રામીણ જીવનના ધબકારા, જંગલ જીવનની ચેતના, ઉત્સવ અને પર્વોનો ઉત્સાહ, પ્રકૃતિની રમ્યતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, આદિવાસી જીવનની રમ્યતા પ્રદર્શિત કરતું આ પ્રદર્શન પરિવાર સાથે નિહાળવા જેવું છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Art exhibitions, Journalists, Photography, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन