Home /News /madhya-gujarat /

વડોદરામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, વરસાદ પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું

વડોદરામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, વરસાદ પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું

વડોદરાનું

વડોદરાનું હાલનું તાપમાન 17 ડીગ્રી નોંધાયું...

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. લો પ્રેશર સિસ્ટમને લઇ મંગળવારથી જ 

    વડોદરા:  અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. લો પ્રેશર સિસ્ટમને લઇ મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે પણ મોડી રાતથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે સતત ત્રીજો દિવસ થયો, છતાં વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નથી. કમોસમી વરસાદ પડતાં તાપમાન 10 ડિગ્રી ગગળ્યું અને વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ છે.

    વિન્ટર મોનસૂન = વિનસૂન....એક નવી ઋતુનું સર્જન થયેલ છે. જેમાં વરસાદ અને ઠંડી બંનેનો અનુભવ એક સાથે કરવા મળે છે. વિનસૂન ઋતુમાં ખાસ સ્વેટરની ઉપર રેનકોટ પહેરવાની નોબત આવી ગઈ છે.

    વડોદરાનું હાલનું તાપમાન 17 ડીગ્રી નોંધાયું...

    દિવસભર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે અને ગરમીનો પારો 10 ડિગ્રી ગગડી ગયો છે. દિવસે પણ ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાયો છે. શહેરીજનોએ ના છૂટકે સ્વેટર, જેકેટ સહિતના ગરમવસ્ત્રો પહેરીને બહાર નીકળવાની નોબત આવી ગઈ છે. આજે ગુરુવારના રોજ વડોદરાનું તાપમાન 17 ડિગ્રી નોંધાયેલ છે.

    આ પણ વાંચો: આજે Cyclone Jawad મચાવી શકે છે કહેર! ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    નોંધનીય છે કે, અરબ સાગરમાં લો પ્રેશર અને તેની સાથે મીડ લેવલ પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સનો એક છેડો અરબ સાગર સુધી જતો હોવાથી હવામાનમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતાએ આપેલી વિગતો મુજબ, વડોદરા શહેરમાં 3 મિમી વરસાદ પડી ચુક્યો છે. પૂર્વ દિશામાંથી 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. જેના કારણે ગરમીનો પારો સીધો 10 ડિગ્રી ગગડ્યો હતો. હજૂ આવતીકાલે પણ આ જ રીતે અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે કમોસમી વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી આપેલી છે .

    શરદી, ખાંસી અને કફની તકલીફ વધશે...

    એક તરફ જ્યારે કોરોનાનો કાળ હજૂ પૂર્ણ થયો નથી એવામાં જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને એકાએક બદલાયેલા વાતાવરણને કારણે શરદી, ખાસી અને કફની તકલીફો લોકોને થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन