ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વનીઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ રંગીન વાઘા,જવેલરી, મુગટ, મોતી જડિત પારણાં જોવા મળી રહ્યા છે.
Nidhi dave, Vadodara:ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં (Festive City pf Vadodara) જન્માષ્ટમી પર્વની ( Janmashtami Celebration ) ઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાંઅનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં તમામ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે.
ત્યારે આજરોજ મહારાષ્ટ્રીયન સમાજ (Maharashtrian society) દ્વારા તેમજ આવતીકાલે ગુજરાતી પરિવારો (Gujarati Families) દ્વારા શ્રીકૃષ્ણ (Shri Krishna) જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
માર્કેટમાંશૃંગાર સહિતની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી પડી
કૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લાલજીને પારણામાં ઝુલાવવા માટે લાલજીના વાઘા શૃંગાર સહિતની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે.
શહેરમાં મંદિરો સહિત હજારો સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે સાધન સામગ્રીમાં ખાસ કોઈ ભાવ વધારો નોંધાયો નથી. અને વેરાયટીમાં ખાસ રંગીન વાઘા,જવેલરી, મુગટ, મોતીજડિત પારણાં જોવા મળી રહ્યા છે. ગ્રાહકના કહેવા મુજબ ભગવાનની વસ્તુ મોંઘી હશે તો પણ તેઓ ખરીદી રહ્યા છે.