Home /News /madhya-gujarat /Vadodara: ઉમરભાઈ ઊંટને પરિવારના સભ્યની જેમ રાખી કરે છે સેવા, પરિવાર પર ઊંટના છે આટલા ઉપકાર, જૂઓ Video

Vadodara: ઉમરભાઈ ઊંટને પરિવારના સભ્યની જેમ રાખી કરે છે સેવા, પરિવાર પર ઊંટના છે આટલા ઉપકાર, જૂઓ Video

X
કપરી

કપરી પરિસ્થિતિમાં પણ ઉમરભાઈ આ ઊંટનો સાથ ના છોડતા, તેને સાચવી રહ્યા છે

વડગામ જિલ્લાનાં ઉમરભાઇ વડોદરા કમાવવા માટે આવ્યાં હતાં. એક ઊંટની મદદથી ઘરનું ગુજરાન ચલાવતા હતાં. પરંતુ ઊંટની હાલત સારી ન રહેતા રોજગારી બંધ થઇ છે. ઉમરભાઇએ ઊંટને પોતાનં ઘરનાં સભ્યની જેમ રાખી રહ્યાં છે.

Nidhi Dave, Vadodara: આપણા દેશમાં હજી પણ માનવતા જીવંત છે, એનું એક ખાસ ઉદાહરણ અહીં ઉપસ્થિત છે. વડગામ જિલ્લાથી ઉમરભાઈ વડોદરા કમાવવા માટે આવતા હતા. એમની પાસે એક ઊંટ છે, જેનાથી ઉમરભાઈના ઘરનું ગુજરાન ચાલતું. પરંતુ ઘણા સમયથી એમના આ ઊંટની હાલત સારી નથી તથા ઊંટની ઉંમર પણ થઈ ગઈ છે. જેથી કરીને હવે આ ઊંટ કોઈ પણ સવારી કરી શકે એ હાલતમાં રહ્યો નથી. જેનાથી ઉમરભાઈની રોજગારી પણ બંધ થઈ ગઈ.

ઊંટ અમારા ઘરનું એક સભ્ય છે

આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં પણ ઉમરભાઈએ આ ઊંટનો સાથ ના છોડતા, તેને સાચવી રહ્યા છે. ઉમરભાઈએ જણાવ્યું હતું કે, આ ઊંટ અમારા ઘરનું એક સભ્ય છે. જ્યારે અમને જરૂર હતી ત્યારે આ ઊંટ દ્વારા જ અમારું ઘર ચાલતું હતું.  જયારે હવે આ ઊંટને અમારી જરૂર છે, અમે તેને એકલો ના છોડી શકીએ. આ પ્રકારની માનવતા હજી પણ આપણે ત્યાં જીવંત છે. એક માણસનો પ્રાણી પ્રત્યેનો પ્રેમભાવ અને તેની કાળજી લેવી એ એક ઉત્તમ મિશાલ પ્રસ્થાપિત કરે છે.

ઘરે ઘરે જઇ જમવાનું માંગે છે.

ઉમરભાઈ હવે ઘરે ઘરે જઈને એમના ઘર માટે તથા ઊંટ માટે જમવાનું અને પૈસા માંગે છે. લોકો પણ એમને સારી મદદ પણ કરે છે. ઘઉં, ચોખા અને પૈસા મેળવીને આ ઉમરભાઈનું પરિવાર જીવન ગુજારી રહ્યું છે.
First published:

Tags: Animal, Local 18, Love, Vadodara