Home /News /madhya-gujarat /Navratri: છેડતી કરતા ટપોરીઓ ચેતી જજો! તમારી આસપાસ રમતી છોકરી શી-ટીમની મહિલા હોઈ શકે

Navratri: છેડતી કરતા ટપોરીઓ ચેતી જજો! તમારી આસપાસ રમતી છોકરી શી-ટીમની મહિલા હોઈ શકે

યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Navratri 2022: મહિલા સેલના એસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, વડોદરા પોલીસની શી-ટિમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નવી પહેલ કરવામાં આવી છે. આ ટીમ શહેરના તમામ મોટા ગ્રાઉન્ડ પર ખાનગી કપડામાં જ રહેશે.

    નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા માટે શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી-ટીમની રચના કરવામાં આવી છે. તેમજ હાલમાં ચાલી રહેલી નવરાત્રિમાં યુવતીઓ/મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી-ટીમ કાર્યરત છે.

    ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે. અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે. તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા માટે શી-ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ મહિલા સેલના એસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું.

    આ પણ વાંચો- ગરબા પછી ગાંઠિયા-જલેબી પર તૂટી પડે છે ખેલૈયાઓ

    નવરાત્રિ જે ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. જેમાં છોકરી છોકરા બધા જ ભેગા થઈને રમતા હોય છે. એમ તો વડોદરા સુરક્ષિત છે પરંતુ 2% એવું બની શકે કે છોકરીઓ સાથે છેડતી થાય. તો આવામાં શહેરની શી ટીમ જે લોકોની સાથે રહીને ગરબા રમી રહ્યા છે, જેનાથી હવે વધુ સુરક્ષિત લાગી રહ્યું છે. જેથી હવે અમે કોઈ પણ ચિંતા વગર મનમૂકીને ગરબા રમીશું. અમે બધા શી ટીમે આભારી છે કે એમના લીધે આજે અમે આનંદ કરી રહ્યા છે.

    આ પણ વાંચો- આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ બનશે વિલન

    મહિલા સેલના એસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, વડોદરા પોલીસની શી-ટિમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નવી પહેલ કરવામાં આવી છે. આ ટીમ શહેરના તમામ મોટા ગ્રાઉન્ડ પર ખાનગી કપડામાં જ રહેશે. અમે તો એટલું જ કહેવા માંગીએ છે કે, હવે ટપોરીઓ ચેતી જજો. તમારી આસપાસ રમતી છોકરીઓમાંથી હવે કોઈ શી-ટીમની પણ મહિલા હોઈ શકે છે.

    મહિલાઓ પણ જો કોઈ એવી ઘટના ઘટે તો શી ટીમનો સંપર્ક કરજો, અને શી ટિમ ની ખાસ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. બે રીતે પ્લાન કરવામાં આવ્યું છે, એક ટિમ ડિકોય કરશે અને એ જ સમયે બીજી ટીમ પેટ્રોલિંગ કરશે. જેથી શહેરીજનોને મોડે સુધી શી ટીમની ગાડીઓ પણ જોવા મળશે અને દીકરીઓ નવરાત્રિનો આનંદ માણે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Navratri 2022, Vadodara, ગુજરાત, નવરાત્રિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन