વડોદરાની કંપનીમાં લાગેલી ભીષણ આગ વધુ વિકરાળ બની, 7 લોકો ઇજાગ્રસ્ત
વડોદરાની કંપનીમાં લાગેલી ભીષણ આગ વધુ વિકરાળ બની, 7 લોકો ઇજાગ્રસ્ત
વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે એક ભયાનક વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી.
વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ ઘટનામાં ઇજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર આપી શકાય.
વડોદરા (Vadodara)ના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ (Deepak Nitrate) નામની કંપનીમાં આજે એક ભયાનક વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ધડાકો આટલો મોટો હતો કે આજુબાજુની કંપનીઓમાં પણ નાસભાગ મચી ગઇ હતી. ત્યાં જ આ આગના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાઇ રહ્યા છે. જોકે ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કમર કસી લીધી છે અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
દિપક નાઇટ્રેટમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગની આ ઘટનામાં હાલમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ આ ભીષણ આગની ઘટનામાં કેટલા લોકો ફસાયા છે. ત્યાં જ ફાયર ડિપાર્ટમેન્ટ આગ પર કાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યાં જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગની આ ઘટનામાં ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે. અને હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુને વધુ પ્રસરી રહી છે.
ત્યાં જ વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ ઘટનામાં ઇજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર આપી શકાય.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન એક પ્લાન્ટનું બોઇલર ફાટ્યું હતું. જેના પછી 8 જેટલા ધડાકા થયા હતા અને આ ધડાકા આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં સાંભળાયા હતા. ત્યાં જ દૂર હાઇવે સુધી આગના ગોટા દેખાયા હતા. જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ત્યાં જ આજુબાજુની કંપનીઓમાં પણ સાવચેતીના પગલા રૂપે લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર