Home /News /madhya-gujarat /

VADODARA: 'મન હોય તો માળવે જવાય', કોમ્પ્યૂટર પર પરીક્ષા આપનારી પ્રથમ દિવ્યાંગ વિદ્યાર્થિની બની ખુશાલી

VADODARA: 'મન હોય તો માળવે જવાય', કોમ્પ્યૂટર પર પરીક્ષા આપનારી પ્રથમ દિવ્યાંગ વિદ્યાર્થિની બની ખુશાલી

ગુજરાતની

ગુજરાતની પહેલી વિદ્યાર્થીની જેણે આપી કોમ્યુટરમાં બોર્ડની પરીક્ષા...

હાલમાં જ સી.બી.એસ.ઈ. (CBSE) ધોરણ 10નું પરિણામ (Std 10th Result) જાહેર થયું.જેમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.દિવ્યાંગ ખુશાલી ચૌહાણે 82 ટકા મેળવ્યા.પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

    નિધિ દવે, વડોદરા: હાલમાં જ સી.બી.એસ.ઈ. (CBSE) ધોરણ 10નું પરિણામ (Std 10th Result) જાહેર થયું.જેમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.સાથે બીજી એવી સિદ્ઘી શહેરની ચક્સુહિન વિદ્યાર્થિની ( blind student) જેઓનું નામ ખુશાલી ચૌહાણ( Khushali Chauhan) છે જેણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં (Board Exam) કમાલ કરી બતાવ્યું છે.અનોખી સિદ્ધી એટલા માટે કહી શકાય કેમ કે સામાન્ય રીતે જે દિવ્યાંગ(DIVYANG)બાળકો હોય છે તેઓ માટે અલગ પરીક્ષા પદ્ધતીથી પરીક્ષા(exam)લેવામાં આવે છે.પણ ખુશાલી ચૌહાણે બોર્ડની પરીક્ષા સામાન્ય બાળકોની વચ્ચે બેસીને આપી હતી અને 82 ટકા પરીણામાં પ્રાપ્ત કરી બોર્ડની પરીક્ષા પાસ કરી હતી.

    ખુશાલી દિવ્યાંગ હોવા છતા સ્પેશિયલ સ્કુલમાં ન ભણી સામાન્ય સ્કૂલમાં ભણી સારા ટકા મેળવ્યા.

    સામાન્ય વિદ્યાર્થીઓ તો જોઈ શકે છે, સાંભળી શકે છે, લખી શકે છે, પરંતુ અહીં ખુશાલી જોઈ નથી શકતી જેથી તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ખુશાલીનો જન્મ થયો ત્યારથી જ તેને દેખાતું નથી. જેથી તેણીને પહેલેથી જ સ્પેશિયલ સ્કૂલમાં મૂકવામાં આવી હતી. પરંતુ ખુશાલીની ઈચ્છા હતી કે તે એક સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસીને ભણે.જેથી ખુશાલીના માતા પિતાએ છઠ્ઠા ધોરણથી તેને સામાન્ય સ્કૂલમાં મૂકી. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી પરંતુ ધીરે ધીરે ખુશાલીએ પોતાની આવડતનો ઉપયોગ કરીને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણી રહી છે.

    ખુશાલી ચૌહાણે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પોતાના પેપર જાતેટાઈપ કર્યા હતા.

    દૃષ્ટિની પડકાર હોવા છતાં ખુશાલી ચૌહાણે ધોરણ 10ની પરીક્ષામાં82% સાથે પાસ કરવામાં સફળ રહી છે.ખુશાલી, ઉર્મિ સ્કૂલ - સમાની વિદ્યાર્થીની છે. તે માત્ર તેના તમામ નિયમિત કાર્યો સ્વતંત્ર રીતે જ નથી કરતી પરંતુ તેણે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પોતાના પેપર પણ ટાઈપ કર્યા હતા.ખુશાલીએ કહ્યું, \"હું બધું જ મારી જાતે કરવા માટે મારી અન્ય ઇન્દ્રિયો - સ્પર્શ અને અવાજ - પર આધાર રાખું છું. સંકુલ ફાઉન્ડેશનના સ્થાપક ભરત વાયા હતા, જેમણે મને બોર્ડની પરીક્ષામાં બેસવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો વિચાર આપ્યો હતો.\" સંગીત શિક્ષક અને પછી કદાચ પ્રોફેસર બનવા માંગતી ખુશાલીએ કહ્યું, \"બોર્ડની પરીક્ષા દરમિયાન , હું કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને જવાબો ટાઈપ કરતી તેવખતે નિરીક્ષક પ્રશ્નો વાંચતાહતા.પરીક્ષા આપતા તેણે અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.

    ખુશાલીએ સારા ટકા મેળતા પરિવારમાં ખુશીનો માહોલ

    ખુશાલી ચૌહાણે વિશેષ પ્રક્રિયા અંતર્ગત બ્રેઈનલિપિ પદ્ધતિથી ભણતી વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને આપી હતી.સ્વયમ ખુશાલીએ તમામ પ્રશ્વોનો જવાબ આપી પરીક્ષામાં સારા એવા 82 ટકા ગુણ મેળવ્યા હતા.ખુશાલીએ 82 ટકા પરીણાણ મેળવી પોતાનું અને પોતાના પરિવાર સહિત જિલ્લાનું પાણ નામાં રોશન કર્યું છે. ખુશાલી ચૌહાણના પિતાઆસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે એક રાષ્ટ્રીયકૃત કંપનીમાં કામ કરે છે.અને તેણીની માતા ગૃહીણી છે.ત્યારે આગામી સમયમાં પણ ખુશાલી સારા પરિણામ મેળવી ઉતર્ણી થાય અને પોતાનું નામ રોશન કરે તેવી લોકલ 18 ન્યૂઝ કામના કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Exam, Vadodara, છાત્ર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन