Home /News /madhya-gujarat /Vadodara Crime: વડોદરામાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે અપહરણનું તરકટ રચી દોસ્તની હત્યા કરી નાંખી

Vadodara Crime: વડોદરામાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે અપહરણનું તરકટ રચી દોસ્તની હત્યા કરી નાંખી

પાર્થ કોઠારી અને મૃતક દક્ષ પટેલ ખાસ મિત્ર હતા.

Vadodara Crime: ચાલ ઈન્સ્ટાગ્રામ માટે તારા અપહરણની સ્ટોરી બનાવીએ કહી એક મિત્રએ બીજા મીત્રને મોતને ઘાટ ઉતારી દેવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખી હત્યારા મિત્રની ધરપકડ કરી છે.

    દુશ્મનનાં કરે દોસ્તને વો કામ કિયા હે... આ ગીત તો તમે સાંભળ્યું જ હશે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જે સાંભળીને મિત્રતાના સબંધ પરથી તમારો ભરોષો ઉઠી જશે. વડોદરામાં 19 વર્ષીય કોલેજીયન યુવકની કરપીણ હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગત રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલા અલંકાર ટાવરના બેસમેન્ટમાંથી દક્ષ પટેલ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.

    જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે. દક્ષ પટેલના ખાસ મિત્ર પાર્થ કોઠારીએ લવ ટ્રાએન્ગલની આશંકાએ તેના ખાસ મિત્રને મોતને ઘાટ ઉતારી દિધો હતો. જેથી શંકાના આધારે પોલીસે પાર્થ કોઠારીની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી.

    આ પણ વાંચો- પાટણમાં સીઆર પાટીલનું મહત્ત્વનું નિવેદન

    પોલીસ દ્વારા હત્યારા પાર્થ કોઠારીની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. પાર્થ કોઠારીએ તેની કોલેજની મિત્ર સાથેના આડા સંબંધની આશંકાએ દક્ષ પટેલની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પાર્થની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, હત્યા કરવા તેણે યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી. જેમાં પોલીસ આરોપી સુધી કંઇ રીતે પહોંચે? શું પુછતાછ કરે તેવી અનેક વાતો યુ-ટ્યુબમાં સર્ચ કરી હતી. અને ત્યાર બાદ ગરબા જોવાના બહાને મૃતક દક્ષ પટેલને સાથે લઈ જઈ હત્યા કરી નાખી હતી.

    આ પણ વાંચો- યુરોપ મંદીની ટોચ પર? શું અમેરિકા પણ આવી શકે છે પકડમા?

    પાર્થ કોઠારી અને મૃતક દક્ષ પટેલ ખાસ મિત્ર હોવાથી પાર્થ કોઠારીએ દક્ષ પટેલને જણાવ્યું હતું કે ચાલ ઈન્સ્ટાગ્રામ પર તારા અપહરણની સ્ટોરી બનાવી અપલોડ કરીએ. પાર્થ કોઠારીએ અપહરણના શૂટિંગના બહાને મૃતક દક્ષ પટેલના હાથ પગ બાંધી દઈ અચાનક તેના પેટમાં ઉપરા છાપરી છરીનાં ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જેથી સયાજીગંજ પોલીસે સીસીટીવી તેમજ શંકાનાં આધારે પાર્થ કોઠારીની અટકાયત કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી.

    મહત્વ નું છે કે હત્યારો પાર્થ કોઠારી પોતે ગુનાઇત માનસિકતા ધરાવે છે તેમજ તે હાલ પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો હોવાથી પોલીસે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन