વડોદરા: વડોદરા શહેરનો યુવા વેદાંત જે છેલ્લા બે મહિનાથી પાવરલીફટિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. વેદાંતે ઓક્ટોબર મહિનામાં જિલ્લા કક્ષાએ પાવરલીફટિંગ ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ડિસેમ્બર મહિનામાં સુરત ખાતે નેશનલ પાવરલીફટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા વેદાંત આહિરરાવે સબ જુનિયર 83 kg કેટેગરીમાં ભાગ લીધો હતો. વેદાંત ઉંમર 16 વર્ષ છે. નેશનલ પાવરલીફટિંગ કોમ્પિટિશનમાં દેશના તમામ રાજ્યોના યુવાનો એ ભાગ લીધો હતો. 100થી વધુ સ્પર્ધકો એ સબજુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં વેદાંત એ 205 kgનું પાવર લિફ્ટિંગ કર્યું હતું. અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર