Home /News /madhya-gujarat /Vadodara: મન હોય તો માડવે જવાય; કિરણભાઈ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા વાહનોના સીટ કવર લગાવે છે સડસડાટ; જૂઓ વીડિયો

Vadodara: મન હોય તો માડવે જવાય; કિરણભાઈ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા વાહનોના સીટ કવર લગાવે છે સડસડાટ; જૂઓ વીડિયો

કિરણભાઈ

કિરણભાઈ છેલ્લા 22 વર્ષથી વાહનને સીટ કવર ચડાવાનું કામ કરી રહ્યા છે. 

વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુ કિરણભાઈ રોહિત જોઓ અંધ હોવા છતા પોતાના પરીવારનું મહેનત કરી ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 22 વર્ષથી વાહનને સીટ કવર ચડાવાનું કામ કરી રહ્યા છે.તેઓના પત્ની પણ આ વેવસાય સાથે સંકડાયેલા છે.

    Nidhi Dave, Vadodara: જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે પરંતુ એવામાં જે માણસ મક્કમ મને અડીખમ રહેતો હોય, અને તમામ મુશ્કેલીઓને એક બાજુ મૂકી પોતાના કામને ન્યાય આપી, પરીવારનું ગુજરાન ચલાવતા વડોદરા શહેરના પ્રજ્ઞાચક્ષુ કિરણભાઈ રોહિત. આ માણસ છેલ્લા 22 વર્ષથી વાહનને સીટ કવર ચડાવાનું કામ કરી રહ્યા છે.

    વડોદરા શહેરના ગોત્રી જવાના રસ્તા પર નટુભાઈ સર્કલ પાસે કિરણભાઈ સીટ કવર નાખી આપવાનો વ્યવસાય કરે છે. કિરણભાઈને રતાંધણાપણું હોવાને કારણે ધીરે ધીરે આંખે અંધાપો આવતો ગયો, અને અત્યારે સાવ દેખાતું જ બંધ થઈ ગયું છે. છતાં પણ એમને હાર નહિ માની અને કામ કરી રહ્યા છે. કિરણભાઈ એ જણાવ્યું કે, મુશ્કેલી તો ઘણી પડતી હોય છે, પરંતુ પરીવારનો સાથ સહકાર સારો હોવાથી મને હિંમત મળે છે. મારી પત્ની પણ ગોત્રી હોસ્પિટલની બહાર સીટ કવરનો જ વ્યવસાય કરી રહી છે. એ શરમ વગર આ કામ કરે છે. ઘણી વાર તો બોની પણ નથી થતી, ત્યારે ઘણી મુશ્કેલી પડતી હોય છે, કારણ કે ઘર કેવી રીતે ચલાવું?

    આ પણ વાંચો: યુનાઈટેડ વેના ગરબામાં એવું તો શું થયું કે રોકવા પડ્યા ગરબા! કેમ લાગ્યા રિફંડ રિફંડના નારા

    કિરણભાઈ તો ફક્ત વાહનનું નામ જાણી જ સીટ કવર નાખી આપે છે. એમનામાં એટલી આવડત અને અનુભવ છે કે, જોયા વગર ફક્ત વાહન જાણી જ સીટ કવર ઓળખી લે છે અને ખૂબ જ વ્યવસ્થિત સીટ કવર લગાવી આપતા હોય છે. આ જોઈને તમે પણ એક વખત તો અચંબિત થઈ જ જશો.
    First published:

    Tags: Blind man, Employment, Vadodara, Work

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन