Home /News /madhya-gujarat /

Vadodara: જૂનાગઢથી લાવેલ સિંહની જોડીનો 45 દિવસનો ક્વૉરન્ટાઈન પિરિયડ પૂર્ણ

Vadodara: જૂનાગઢથી લાવેલ સિંહની જોડીનો 45 દિવસનો ક્વૉરન્ટાઈન પિરિયડ પૂર્ણ

કમાટીબાગ

કમાટીબાગ ઝૂમાં 13 વર્ષનો 'કુંવર' હતો, હવે 'સમ્રાટ' અને 'સિધ્ધી'ને નિહાળી શકાશે

જૂનાગઢથી લવાયેલા બાળ સિંહ બચ્ચાની જોડીનો 45 દિવસનો ક્વોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થયો છે. હવે કમાટીબાગ ઝૂ ખાતે પોણા બે વર્ષના બન્ને બાળ સિંહની જોડી સહેલાણીઓ નિહાળી શકે છે. 

    વડોદરા: જૂનાગઢથી (Junagadh) લવાયેલા બાળ સિંહ બચ્ચાની જોડીનો 45 દિવસનો ક્વોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થયો છે. હવે કમાટીબાગ ઝૂ (Kamatibaug Zoo) ખાતે પોણા બે વર્ષના બન્ને બાળ સિંહની જોડી સહેલાણીઓ નિહાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) સંચાલિત કમાટીબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે 13 વર્ષનો કુંવર નામનો એક જ સિંહ હતો. આમ તો સિંહ કેવા વાતાવરણમાં રહે છે તેની પર તેનુ સરેરાશ આયુષ્ય નિર્ભર હોય છે, પરંતુ 13 થી 15 વર્ષ સુધીનુ સિંહનુ સરેરાશ આયુષ્ય હોય છે.

    આ પણ વાંચો: Jagannath Yatra: ભગવાન જગન્નાથના રથને જંગલમાંથી લાકડું ન મળ્યું

    જોકે , કમાટીબાગ ઝૂ ઓથોરિટિ દ્વારા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પાસે બાળ સિંહની જોડી માંગવામાં આવી હતી. ગત ડિસેમ્બર મહિનામાં તે બન્ને બાળ સિંહની જોડી કમાટીબાગના ઝૂ ખાતે લાવવામાં આવી હતી. જોકે, ઝૂ ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતુ કે, કોઇ પણ પ્રાણીને લાવવામાં આવે તો તેને વાતાવરણ અને જગ્યા માફક આવી શકે તેમજ તે તેનાથી પરિચિત થાય તે માટે સમય આપવામાં આવે છે. જેને કોરન્ટાઈન પીરીયડ કહેવામાં આવે છે. બાળ સિંહની જોડી સરેરાશ પોણા બે વર્ષની ઉંમરની છે. જેમાં સિંહના નર બચ્ચાનુ નામ સમ્રાટ અને માંદા બચ્ચાનુ નામ સિધ્ધી રાખવામાં આવ્યુ છે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, જૂનાગઢ, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन