Home /News /madhya-gujarat /Vadodara Crime: વડોદરામાં 40 વર્ષના બિલ્ડરે કોલેજમાં ભણતી 19 વર્ષની યુવતી પર આચર્યું દુષ્કર્મ

Vadodara Crime: વડોદરામાં 40 વર્ષના બિલ્ડરે કોલેજમાં ભણતી 19 વર્ષની યુવતી પર આચર્યું દુષ્કર્મ

યુવતી દ્વારા આ મામલે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નવલ ઠક્કર વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવાર નવાર મુલાકાત થતા 40 વર્ષીય નવલ ઠક્કરનો 19 વર્ષીય યુવતી ઉપર ખરાબ નજર નાખતો હતો.

    અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરા (Vadodara)ના નામાંકિત બિલ્ડરે 19 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ (Rape case) આચાર્યાની ફરિયાદ નોંધાતા બિલ્ડર (Builder) લોબીમાં ખળભળાટ મચ્યો છે. એક જ સમાજમાં હોવાથી પરિચયમાં આવ્યા બાદ 40 વર્ષના બિલ્ડરે કોલેજ (Collage Student)માં ભણતી 19 વર્ષની યુવતીને પ્રેમના જાળમાં ફસાવી તથા લગ્નની લાલચ આપી છેલ્લા છ માસથી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો.

    શહેરના નટુભાઇ સર્કલ નજીક કાન્હા બંગલોઝમાં આમરકુંજ સોસાયટીમાં રહેતો અને નામંકિત બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકકુમાર ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની 19 વર્ષીય યુવતીના પરિચયમાં આવ્યો હતો. સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવાર નવાર મુલાકાત થતા 40 વર્ષીય નવલ ઠક્કરનો 19 વર્ષીય યુવતી ઉપર ખરાબ નજર નાખતો હતો. જેથી પીડિતાના પિતાએ નવલને ઘરે આવવાની ના પાડી દીધી હતી.

    આ દરમિયાન નવલની હરકતો અંગે યુવતીના પિતાને પુરતી ખાતરી થતા તેમણે નજીકના સંબંધીઓને સાથે રાખી નવલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે નવલ જણાવતો કે,"મારે તમારી દીકરી સાથે કોઇ ખરાબ સંબંધ નથી અને તે મારી દીકરી સમાન છે અને હવે પછી હું તેની સાથે કોઇ વાતચીત કરીશ નહીં". અને તેના બે દિવસ બાદ યુવતી પાસેથી તેના પિતા એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે ચેક કરતા મોબાઇલમાં યુવતીના ન્યૂડ ફોટા તેમજ પિતા વિરૂધ્ધ લખેલા લેટરના ફોટો જોવા મળ્યાં હતા.

    આ પણ વાંચો- 12 વર્ષની સગીરાને હેવાન પોડોશી મહિનાઓ સુધી પીંખતો રહ્યો

    નવલ ઘરે આવવાનો તો બંધ થઇ ગયો પરંતુ યુવતીને ટ્યુશનમાંથી બારોબાર પોતાના અકોટા સ્થિત મકાને લઇ જઇ તેણીની મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધ બાંધતો હતો. આમ છેલ્લા છ માસથી નવલ ઠક્કર યુવતી સાથે બળજબરી તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. નવલ ઠક્કર પરિણીત અને સંતાનનો પિતા હોવા છતાં યુવતીને લગ્નની ખોટી લાલચ આપી છેલ્લા છ માસથી તેની સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધતો હતો અને પોતાની સેફટી માટે તે યુવતી પાસેથી તેના પિતા વિરૂદ્ધ લેટર લખાવતો હોવાની હકીકત સામે આવી હતી.

    આ પણ વાંચો- સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરતા યુવાને કરી આત્મહત્યા

    યુવતી દ્વારા આ મામલે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નવલ ઠક્કર વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દુષ્કર્મનો ગુનો નોંધી નવ ઠક્કરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે આ મામલો બહાર આવતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી જવા પામી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Vadodara, Vadodara City News, Vadodara rape case, Vadodara Top News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો