Home /News /madhya-gujarat /

Vadodara: તૃષા હત્યા કેસમાં ફક્ત 7 દિવસમાં 370 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ 

Vadodara: તૃષા હત્યા કેસમાં ફક્ત 7 દિવસમાં 370 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ 

વડોદરા

વડોદરા પોલીસના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો ...

કોર્ટમાં રજુ કરી 3 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર હત્યાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે દિવસમાં મહત્વના પુરાવા એકત્રીત કરી આરોપીને વધુમાં વધુ કડક સજા મળે તે માટે 370 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.

    વડોદરા: મકરપુરામાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં ગત તા .22 માર્ચના રોડ એક યુવતીની હાથ કપાયેલો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ પોલીસને થતા સ્થાની પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે બનાવ બાદ ગણતરીન કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને ઝડપી પાડ્યો હતો. અને તેને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર હત્યાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે દિવસમાં મહત્વના પુરાવા એકત્રીત કરી આરોપીને વધુમાં વધુ કડક સજા મળે તે માટે 370 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.

    પંચમહાલની 19 વર્ષીય તૃષા સોલંકીના એકતરફી પ્રેમમાં પાગલ થયેલા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર ( ઉ.વ .23 ( રહે , પંચશીલનગર માણંજા ) એ તૃષાને ઈમોશનલ બ્લેકમેલ કરી મળવા બોલાવી તૃષાના અન્ય સંબંધની શંકાએ પાળીયાના ઉપરા - છાપરી 6 થી 7 ઘા મારી હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસ મેદાનમાં ઉતરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફકત છ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યાના આરોપી કલ્પેશને ઝડપી પાડ્યો. આ બાદ પોલીસે તેને કોર્ટમાં ૨જુ કરી બનાવની તપાસ અને પુછપરછ માટે 3 દિવસા રીમાન્ડ મેળવ્યા હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સાથે રાખી બનાવનું રીકન્સ્ટ્રકશન કરી મહત્વના પુરાવા એકત્રીત કર્યા હતા.

    આ પણ વાંચો: ઓઢવ હત્યાકાંડ : પોલીસને એક જ પ્રશ્ન, વિનોદે બે બાળકોની હત્યા કેમ કરી?

    આ જઘન્ય અપરાધ માટે તેને સખતમાં સખત રજા થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદાર પોલીસના ઈતીહાસમાં ફક્ત 7 દિવસમાં આરોપી વિરૂદ્ધ સાહેદોના મૌખીક , સાયન્ટિફિક , ટેકનીકલ , સાયોગિક , મેડિકલ પુરાવા મેળવી 85 સાહેદો તથા 3 સાહેદોના સીઆરપીસી 164 મુજબ કોર્ટમાં 370 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર