વર્ષ 1924નું રોયલ એનફીલ્ડન 350, જે મુંબઈના રહેવાસી સાજીદ સૈયદની છે.
વડોદરમાં રોયલ મોટરિંગ ઇવેન્ટમાં 1924ની રોયલ એનફીલ્ડ બાઇક પ્રદર્શિત કરાઇ છે. આ બાઇક મુંબઇનો પરિવાર ચાર પેઢીએ સાચવી રહ્યો છે. આ બાઇક સામાન્ય રસ્તા પર ચલાવી શકાતી નથી.આ મોડેલ બાદ રોયલ એડફિલ્ડ એ માર્કેટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ વિન્ટેજ બાઇક પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં રોયલ એનફીલ્ડની સૌ પ્રથમ ટ્રેક બાઇક પ્રદર્શિત કરવામાં આવી છે. આ મોડલ બાદ રોયલ એનફીલ્ડ માર્કેટમાં ઉચકાયું હતું.
સામાન્ય રસ્તા ઉપ્ર ચલાવી શકાય નહી
વર્ષ 1924નું રોયલ એનફીલ્ડન 350 જે મુંબઈના રહેવાસી સાજીદ સૈયદની છે. સાજીદ સૈયદએ જણાવ્યું હતું કે, આ ફક્ત ટ્રેક પર જ ચલાવી શકાય એવી બાઈક છે. સામાન્ય રસ્તા ઉપર ચલાવવા માટે આ બાઈક નથી.
ચાર પેઢીથી આ બાઈક ચાલતી આવી છે. અત્યારે મારી છોકરી બાઇકને સાચવે છે. આજ સુધી આ બાઈક યથાવત જ છે, કોઈપણ સ્પેરપાર્ટ બદલવામાં આવ્યા નથી કે રીસ્ટોર પણ કરવામાં આવી નથી. તમામ સ્પેરપાર્ટ ઓરીજીનલ છે.
ઓસ્ટ્રેલિયાના એક મ્યુઝિયમમાં એક મોડેલ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું
સાજીદ સૈયદએ જણાવ્યું હતું કે, કોઈ ખાસ ઈવેન્ટ હોય તો જ ટ્રેક પર આ બાઈક અમે ચલાવીએ છીએ. એના સિવાય હવે બહાર કાઢતા નથી. કારણ કે આને રોડ પર ચલાવવાની પરવાનગી નથી. આ બાઈક મારા દાદાની હતી.આ પ્રકારનું મોડલ ઓસ્ટ્રેલિયાના એક મ્યુઝિયમ ખાતે ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. એના સિવાય બીજે કશે જોવા મળ્યું નથી.
આ મોડેલ બાદ રોયલ એડફિલ્ડએ માર્કેટમાં પોતાનું સ્થાન બનાવ્યું
વર્ષ 1924માં આ બાઈક ટ્રેક માટે જ બનાવવામાં આવી હતી. એ સમયે રોયલ એનફિલ્ડનો રેકોર્ડ ખાસ કંઈ સારો ન હતો અને માર્કેટમાં એટલું નામ ન હતું. આ બાઇક કોઈપણ પ્રકારે ટ્રેક રેસ જીતી ન હતી.
ત્યારબાદ આ મોડલમાં જેપનું એન્જિન વાપર્યું અને ત્યારબાદ આ મોડેલ ઉચકાઈ ગયું અને રોયલ એડફિલ્ડ એ માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી લીધું.
બાકઇની વિશેષતા જાણો
આ બાઈકમાં હેન્ડ એક્સીલેટર આપવામાં આવ્યું છે. આખી બાઈક મેન્યુઅલ છે. આ બાઈક ચલાવવા માટે ખૂબ જ એક્ટિવ રહેવું પડે. તથા ખાસ બાઇકમાં સ્યુસાઇડ ઓઇલ પંપ છે. જેમાં એક કિલોમીટરના અંતરે ઓઇલને પંપ કરવું પડે, પંપ કર્યા પછી જે પણ ઓઇલ હોય છે એ નીચેની તરફ સુકાઈ જતું હોય છે.એ ફરી વખત વપરાતું નથી.
એટલા માટે આને સ્યુસાઇડ ઓઈલ પંપ કહેવાય છે. આમાં સ્ટાર્ટર, કિક અને કિલોમીટર, લાઈટ, હોર્ન કશું જ નથી. એ સમયે રજીસ્ટ્રેશન પણ નહતું. તેથી આ બાઇકને રોડ પર ચલાવી શક્ય નથી. અને આ બાઈકને શરૂ કરવા માટે પુશ સ્ટાર્ટ છે.