વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં સિરમિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આગામી સમયમાં પ્રદર્શન પણ યોજવામાં આવશે.
Nidhi Dave, Vadodara: એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટી ખાતે સિરામિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટીના પ્રધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સિરામિક આર્ટની ફાયરિંગ, કાર્નિંગ, ગ્લેઝિંગ સહિતની વિવિધ ટેકનિક્સ શીખવામાં આવી રહી છે.
60 વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
સ્કલ્પચર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અજય કંવલે જણાવ્યું હતું કે, ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ એલ્યુમનિ એસોસિએશન અને પુરષોત્તમ પબ્લિક ટ્રસ્ટ તેમજ સ્કલ્પચર વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના વિશ્વ વિખ્યાત સિરામિક આર્ટિસ્ટ સ્વ.જ્યોત્સબેનના ભટ્ટને કલાંજલિ આપવાના ભાગરુપે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કલ્પચર વિભાગ સહિત આર્ટ, હિસ્ટ્રી, પેઈન્ટિંગ સહિત અન્ય વિભાગના 60 વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
આગામી દિવસોમાં પ્રદર્શન મૂકવામાં આવે છે
ફેકલ્ટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને સિરામિક આર્ટિસ્ટ ફાલ્ગુની ભટ્ટ વિદ્યાર્થીઓને સિરામિક આર્ટની વિવિધ ટેકનિસ્ શીખવાડી રહ્યા છે. તે પ્રમાણે વિદ્યાર્થીઓ પોટ્સ, સ્કલ્ચપર તેમજ અન્ય ક્રિએટીવ આર્ટવર્ક બનાવી રહ્યા છે, જેને આગામી દિવસોમાં કલા રસિકો માટે ફેકલ્ટી ખાતે પ્રદર્શનાર્થે મૂકવામાં આવશે.
છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં સિરામિક આર્ટ મેઈન સ્ટ્રીમમાં આવી ગયું છે
સિરામિક આર્ટિસ્ટ ફાલ્ગુની ભટ્ટે કહ્યું હતું કે, ભારતમાં કન્ટેમ્પરરી સિરામિક આર્ટ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં ઘણાં જ ફેરફારો આવ્યા છે. તેમાં પણ છેલ્લા 10 વર્ષમાં ભારતની ઘણી આર્ટ ગેલેરી સિરામિક આર્ટને પ્રમોટ કરી રહી છે, જે પહેલા ન હતી કરતી. જેના કારણે સિરામિક આર્ટ મેઈન સ્ટીમમાં આવી ગયું છે, જે અગાઉ ભારતમાં ન હતું.
હવેના સિરામિક કલાકારો માટે આ ક્ષેત્રે કારકિર્દીની અનેક નવી ક્ષિતિજો વિકસિત થઈ છે. તાજેતરમાં જ 16 જાન્યુઆરીના રોજ અમે નવા સિરામિક કલાકારોને પ્રોત્સાહિત કરવા અમે ભારતમાં સૌ પ્રથમવાર સિરામિક આર્ટ વિશેના વિવિધ પાસાં સમાવતી મેગેઝિન મિન લોન્ચ કરી છે. જે દર 6 મહિને પ્રકાશિત થશે. તેનાથી વિશ્વમાં ભારતીય સિરામિક્સનો અનેરો પ્રભાવ પડશે. અને હવે તો સિરામિકનો ઉપયોગ ટેકનોલોજીમાં પણ કરવામાં આવે છે.