આવનારા સમયમાં મીત વડોદરા ઉપર પુસ્તક લખવા જઈ રહ્યો છે.
વડોદરાનો 9 વર્ષીય મીત ગુપ્તા નાની વયનો લેખક બન્યો છે. પ્રથમ ગીરનાં પ્રવાસ દરમિયાનનાં અનુભવ અને કલ્પનાં શક્તિનાં આધારે બુક લખી હતી. જેની 500 પ્રત છાપવામાં આવી હતી. મીતની એ પ્રથમ બુક હતી.
Nidhi Dave, Vadodara: શહેરના છાણી વિસ્તારમાં રહેતાં 9 વર્ષીય મીત ગુપ્તાએ ઈંગ્લીશમાં 100 પાનાની બુક લખી છે. જેને તેણે \"લિટલ ગ્રોન અપ્સ ઇન લાયન્સ ડેન\" શીર્ષક આપ્યું છે. જેને લઈને તે શહેરનો નાની વયનો લેખક બન્યો છે. તેની માતા ઝરના ગુપ્તાએ કહ્યું હતું કે , મીત જ્યારે 2 વર્ષનો હતો, ત્યારથી હું તેને દરરોજ વિવિધ બાળ વાર્તાઓ તેમજ પશુ - પ્રાણીઓની સ્ટોરી વાંચીને સંભળાવતી હતી. જેનાથી તેને વાંચનનો શોખ ઉદ્દભવ્યો હતો. નાની ઉંમરમાં બાળકો શબ્દો વાંચતા શીખે છે, ત્યારથી મીતે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું.
ગીરનાં પ્રવાસ દરમિયાન ત્યાંનાં અનુભવન પર પ્રથમ બુક લખી
લોકડાઉનમાં તેનો વાંચનનો શોખ વધુ ખીલ્યો હતો. દરરોજની એક પુસ્તક વાંચી જાય. ત્યારબાદ મેં તેને પુસ્તક લખવા માટે પ્રેરિત કર્યો હતો. અમે દર વર્ષે મીતને વેકેશનમાં વિવિધ પર્યટન સ્થળોની ટ્રીપ કરાવીએ છે. જેમાં કોરોના પહેલાં અમે ગીરના જંગલોમાં ગયાં હતાં. જ્યાં તેણે પ્રવાસ દરમિયાન જે જોયું અને અનુભવ્યું તેને પોતાની કલ્પના શક્તિમાં ઢાળીને 4 લાઈનની નોટબુકમાં પેન્સિલથી આખી બુક લખી હતી. ત્યારબાદ અમે તેમાં જરૂરી સુધારા - વધારા કરીને તેને પબ્લિશ કરાવી હતી. 500 જેટલી બુક પ્રિન્ટ કરાવી હતી. જેમાંથી મોટાભાગની બુક વેચાઈ ગઈ. આ મીતની પ્રથમ પોતે લખેલી બુક છે.
પુસ્તકમાં ગીરમાં ગેરકાયદેસર રીતે થતા સિંહ દર્શનનો ઉલ્લેખ
આ બુકમાં તેણે 7 ચેપ્ટરમાં દીવના પાંચ છોકરાઓની વાત દ્વારા ગીરના જંગલોમાં સહેલાણીઓના મનોરંજન માટે રાત્રે અવૈદ્ય રીતે થતાં સિંહના નાઈટ શૉ, ત્યાંનું કલચર, રહેણીકરણી વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક લખતા તેને 6 થી 8 મહિનાનો સમય લાગ્યો હતો. મીત નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. મીતને બાળ સાહિત્ય સહિત સામાન્ય જ્ઞાન, પૌરાણિક, ધાર્મિક તેમજ અન્ય વિદેશી લેખકોની પુસ્તકો વાંચવાનો પણ ઘણો જ શોખ છે. આવનારા સમયમાં મીત વડોદરા ઉપર પુસ્તક લખવા જઈ રહ્યો છે.