નિધિ દવે, વડોદરા: બાળપણમાં (Childhood) બાળકોને એમના ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી. બાળકોને ફક્ત ખાવા - પીવા અને રમવામાં જ રસ હોય. આજના યુગમાં બાળકો એટલા હોશિયાર થઈ ગયા છે કે, એમને સૌ પ્રથમ તો એમના ભવિષ્યની ચિંતા હોય છે અને એની બાળપણથી જ તૈયારીમાં લાગી જતા હોય છે. તેવી જ એક પ્રેરણા આપે એવી બાળકીની વાત છે જે માત્ર રવાની ઉમરમાં જ અનેક મેડલ મેળવ્યા છે.
મનસ્વી સલુજાએ માત્ર 9 વર્ષની ઉંમરે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટનોખિતાબ મેળવ્યો છે.
આજે વાત કરીએ, શહેરમાં રહેતી માત્ર નવ વર્ષની એક બાળકીને જેણે આટલી નાની ઉંમરવાજઘણી મોટી સિદ્ધિઓ પણ હાસિલ કરી છે. મનસ્વી સલુજા માત્ર 9 વર્ષની ઉંમરે કરાટે અને કિક બોક્સિંગ (Kick boxing) બંનેમાં બ્લેક બેલ્ટનો (Black Belt) ખિતાબ મેળવવામાં સફ્ળ થઇ છે.મનસ્વી એ હાલમાં કીક બીક્સિંગમાં બ્લેક બેલ્ટનો ખિતાબ હાસલ કર્યો છે. ગુજરાતમાં મનસ્વી એકમાત્ર કીક બોક્સિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનારી યંગેસ્ટ પ્લેયર છે.ગતવર્ષે વેસ્ટ બંગાળમાં નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું, જેમાં મનસ્વી એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું પહેલા પડાવનું સિલેક્શન હતું. તથા આજ મહિનામાં કોલકતા ખાતે બીજા પડાવનું સિલેક્શન થવા જઈ રહ્યું છે. જો આ નેશનલમાં મનસ્વી ઉત્તમ પ્રદર્શન કરશે તો એનું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન થશે. આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં વેંનિસ - ઈટલી ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિનું આયોજન થવાનું છે.
કરાટે કરવા સિવાયના સમયમાં હું કોમ્પ્યુટર અથવા મોબાઇલની જગ્યાએ મિત્રો સાથે રમવાનું પસંદ કરૂં છું.:મનસ્વી
મનસ્વીએ જણાવ્યું કે, મારૂ કોઈસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ નથી. કરાટે કરવા સિવાયના સમયમાં હું કોમ્પ્યુટર અથવા મોબાઇલની જગ્યાએ મિત્રો સાથે રમવાનું પસંદ કરૂં છું. મારા શિડ્યુલમાં મારો સ્ક્રિન ટાઇમ નક્કી હોય છે. દિવસમાં એક કલાકથી પણ ઓછા સમય માટે હું કોમ્પ્યુટર અથવા ફોનનો ઉપયોગ કરૂ છું. જેવો સમય થાય કે તરત જ બાજુ પર મુકી દઉં છું. તે સિવાય સમય મળે તો યુ ટ્યુબ પરથી ગમતા ડાન્સ સોંગનો વીડિયો જોઈને તેના પ્રમાણે સ્ટેપ્સ શીખવાનો પ્રયાસ કરૂ છું. મારા ઘરમાં પહેલાંથી જ વાંચનનું કલ્ચર હોવાથી મને પણ વાંચન કરવાનો ઘણો શોખ છે. હું ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ, ડોક્ટર અથવા તો કિક બોક્સીંગ ક્ષેત્રમાં જ આગળ વધવા માંગું છું.મનસ્વી એ હાલમાં કીક બીક્સિંગમાં બ્લેક બેલ્ટનો ખિતાબ હાસલ કર્યો છે. ગુજરાતમાં મનસ્વી એકમાત્ર કીક બોક્સિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનારી યંગેસ્ટ પ્લેયર છે.
મનસ્વીને અમે સાડા ત્રણ વર્ષની ઉંમરે જ કરાટે ક્લાસ જોઈન કરાવ્યા હતા.: રતિ સલુજા,મનસ્વીની માતા
મનસ્વીની માતા રતિ સલુજાએ જણાવ્યું હતું કે, મનસ્વીને અમે સાડા ત્રણ વર્ષની ઉંમરે જ કરાટે ક્લાસ જોઈન કરાવ્યા હતા. ત્યાર બાદ તેની આવડતને જોતા તેના કોચ સિદ્ધાર્થ ભાલેઘરેએ અમને તેને કિક બોક્સિંગના જોઈન ક્લાસ કરાવવાનો આગ્રહ પણ કર્યો હતો. જે બાદ મનસ્વીએ કરાટે અને કિક બોક્સિંગની ટ્રેઇનીંગ શરૂ કરી હતી. આજે પાંચ વર્ષ બાદ તેણે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. મનસ્વી હાલ નવરચના ઇન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. સ્કૂલ તરફથી પણ મનસ્વીને સારો સહકાર પ્રાપ્ત થાય છે.
હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છુંકે મારી વિદ્યાર્થીની એ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.મનસ્વી એક ખૂબ જ મહેનતું છોકરી છે.:કોચ,સિદ્ધાર્થ ભાલેઘરે
સિદ્ધાર્થ ફિરનેશ કલબમાં છેલ્લા 5 વર્ષથી તાલીમ મેળવી રહી છે. જેમાં મનસ્વીના કોચ સિદ્ધાર્થ ભાલેઘરે ,તાલીમ આપી રહ્યા છે. કોચે જણાવ્યું હતું કે, હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છુંકે મારી વિદ્યાર્થીની એ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અને મનસ્વી એક ખૂબ જ મહેનતું છોકરી છે, જેથી મને વિશ્વાસ છે નેશનલમાં સિલેક્ટ થઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જશે અને ભારત દેશનું નામ રોશન કરશે.ત્યારે ભવિષ્યમાં મનસવી આગણ વધે અને ભારત સહિત તેના માતા પિતાનું નામ રોશન કરે તેવી ન્યૂઝ18 લોકલ ટીમ દ્વારા શુભકામનાઓ પાઠવીએ છીએ.