Home /News /madhya-gujarat /VADODARA: ગુજરાતી ભાષાને જીવતી રાખવા 87 વર્ષીય કોકિલાબેન ચોકસીએ કમર કસી

VADODARA: ગુજરાતી ભાષાને જીવતી રાખવા 87 વર્ષીય કોકિલાબેન ચોકસીએ કમર કસી

અંગ્રેજી

અંગ્રેજી સારી છે, પણ ગુજરાતી મારી છે: 87 વર્ષીય કોકિલાબેન ચોકસી 

    નિધિ દવે,વડોદરા: અંગ્રેજીનાં (English Language) વધતા પ્રભાવ વચ્ચે આપણે આપણી માતૃભાષા (Mother Tongue) ભૂલવી ન જોઈએ: આ શબ્દો છે વડોદરાના 87 વર્ષીય કોકિલાબેન ચોકસીના (Kokiklaben Chokasi) કે જેમણે લગ્નબાદ શિક્ષણ લીધું અને શિક્ષક તરીકે કાર્યરત રહ્યા. અને નિવૃતિકાળમાં પણ ગુજરાતી ભાષા (Gujarati Language) પ્રત્યેનો લગાવ અને અંગ્રેજીના વર્ચસ્વ સામે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે.તેઓ દ્વારા ગુજરાતી સાહિત્ય ફોરમની રચના કરવામાં આવી છે.જેના થકી તેઓગુજરાતી ભાષાનો ભારત સહિત વિદેશમાં પણ પ્રચાર અને પ્રસાર થાય તેે માટેઉંમરના બાધ વગર કામ કરી રહ્યા છે.

    માતૃભાષા ગુજરાતીના પ્રચાર- પ્રસાર માટે દિલથી કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે: કોકિલાબેન

    આજના સમયમાં આપણી માતૃભાષા ગુજરાતીના પ્રચાર- પ્રસાર માટે દિલથી કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. મોટાભાગના પરિવાર પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં માને છે અને જે સમયોચિત પણ છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો જો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે તો બાળકનો સર્વાંગી વિકાસ ઝડપી થાય છે. અને તે અન્ય ભાષા પણ ઝડપથી આત્મસાત કરી શકે છે.

    ગુજરાતી ભાષા માટે કંઈક નવું અને નક્કર કરવા માટેગુજરાતી સાહિત્ય ફોરમની સ્થાપના કરવામાં આવી.

    ગુજરાતી ભાષા માટે કંઈક નવું અને નક્કર કરવાનો વિચાર કોકિલાબેનના સુપુત્ર કૌશલ ચોક્સીને આવ્યો. ગુજરાતી ભાષાનો પ્રચાર - પ્રસાર થાય, માતૃભાષાનું સંવર્ધન થાય અને એનું ગૌરવ જળવાય તે માટે ગુજરાતી ભાષાને પ્રેમ કરતી વ્યક્તિઓ સાથે મળીને કામ કરે એ માટે \" ગુજરાતી સાહિત્ય ફોરમ \" ની સ્થાપના કરવામાં આવી. ગુજરાતી ભાષાના આ અભિયાનમાં ભારતનાં જુદાં જુદાં શહેરોમાંથી તેમજ અમેરિકા, કેનેડા, યુરોપ અને ઈંગ્લેન્ડનાં મળીને 39 પ્રતિનિધિઓ આ ફોરમ માટે કાર્યરત છે. જેમાં 15 ટકા જેટલા જ યુવા વર્ગ જોડાયેલ છે.

    દર સપ્તાહે એક કલાક માટે 1300થીવધુ લોકો જોડાઈને ભાષાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે: કોકિલાબેન

    માતૃભાષા અંગે87 વર્ષીય કોકિલાબેન ચોકસી કહે છે કેતેમણે આજના વર્તમાન યુગની જરૂરિયાત એવા સોશિયલ મીડિયાને હસ્તગત કરી પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના મીડિયામાં ગુજરાતી ભાષામાં કાર્યક્રમો આપી રહ્યા છે. બે વર્ષ પહેલા તેમણે પોતાની યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે. જેમાં દર સપ્તાહે એક કલાક માટે 1300થીવધુ લોકો જોડાઈને ભાષાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે.\" ગુજરાતી સાહિત્ય ફોરમ \" 1300 સભ્યોનો વિશાળ પરિવાર ધરાવે છે. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર અત્યાર સુધી સમાજના નામાંકિત ભાષા તજજ્ઞ સાથે વિવિધ ક્ષેત્રનાં લોકપ્રિય લોકો આવીને એમનું જ્ઞાન પીરસી ગયાં છે. ગુજરાતી સાહિત્ય ફોરમના આ ગુજરાતી સાહિત્યના મહાયજ્ઞમાં આપ સૌ જોડાવ તેઓનો આગ્રહ છે.આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતી માટે દિલથી કામ કરીશું. જણાવેલ માહિતીપર સંપર્ક કરી શકો છો: કોકિલાબેન ચોકસી- 9824433452 / રીંકી ચોકસી - 9924763354.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन