વડોદરા : ગઇકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. જેમાં સામાન્ય રીતે મોટાભાગનાં વિદ્યાર્થીઓનાં માતા પિતા તેમને પરીક્ષા કેન્દ્રમાં મુકવા આવતા હોય છે. જ્યારે વડોદરામાં એક ખુબ જ હૃદયદ્વાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં ફતેગંજ વિસ્તારમાં ભૌતિક ચૌહાણ નામનો વિદ્યાર્થી પિતાનાં પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યાંનાં માત્ર 24 કલાકમાં જ બોર્ડ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ભૌતિક ચૌહાણ 80 ટકા બ્લાઇન્ડ છે. તેણે પોતાની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી આખું વર્ષ કરી હતી. તેના પિતા જયંતી ચૌહાણ ટેલરિંગ કરીને ઘર ચલાવતા હતાં. જેઓ ત્રણેક મહિનાથી બીમાર હતાં. જેના કારણે તેમનું 5 માર્ચનાં રોજ જ મૃત્યું નીપજ્યું હતું. બોર્ડની પરીક્ષાનાં 24 કલાક પહેલા જ આ વિદ્યાર્થીએ પોતાના પિતાનાં પાર્થિવ શરીરને અગ્નદાહ આપ્યો હતો.
ભૌતિક કહે છે કે, 'મારા મ્મમીનાં કારણે જ મારામાં પરીક્ષા આપવા માટેની હિંમત આવી છે. જો તેમણે મને સમજાવ્યો ન હોત તો હું આ પરીક્ષા આપી ન શકત. હું પરીક્ષામાં સારા માર્કસ લાવીશ તે જ મારા પિતાને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર