વડોદરાઃ વાઘોડિયામાં 8 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચરી કરાઇ હત્યા

News18 Gujarati
Updated: May 18, 2019, 6:18 PM IST
વડોદરાઃ વાઘોડિયામાં 8 વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચરી કરાઇ હત્યા
પ્રતીકાત્મક તસવીર

શ્રમજીવી બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા થયાની ઘટના બની છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથધરી છે.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ સામાન્ય રીતે ગુજરાતમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મની ઘટાઓન વધતી જતી હોય એમ છાસવારે બાળાઓ પીંખાય છે. આવી શરમજનક ઘટનાો અટકવાનું નામ લેતી નથી. ત્યારે વડોદરાના વાઘોડિયમાં વધુ એક બાળકી હવશનો શિકાર બની હતી. શ્રમજીવી બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા થયાની ઘટના બની છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે વડોદરાના વાઘોડિયાના મગનપુરા ગામની સીમમાં એક આઠ વર્ષની બાળાની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં એસપી, ડીવાયએસપી એને એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથધતા બાળા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે એસએસએલ અને ડોગ સ્કોડને પણ બોલાવી આરોપીને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઉપરાંત પોલીસે સાથે કામ કરતા શ્રમજીવીઓની પણ પૂછપરછ આરંભી હતી. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા.

ઉચ્ચ અધિકારીઓના કાફલાએ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
First published: May 18, 2019
વધુ વાંચો
अगली ख़बर