Home /News /madhya-gujarat /

વડોદરા: સિંધરોટના એરડા સ્પીડવે પર 8 રાજ્યની વિમેન્સે ડ્રાઇવિંગની કુશળતા બતાવી

વડોદરા: સિંધરોટના એરડા સ્પીડવે પર 8 રાજ્યની વિમેન્સે ડ્રાઇવિંગની કુશળતા બતાવી

બેસ્ટ

બેસ્ટ પર્ફોન્સના આધારે પસંદ થનાર 2 ડ્રાઇવર્સ UK માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે.

UK માં આવતા વર્ષે યોજાનાર ફોર્મ્યુલા વિમેન રેસ માટે સિંધરોટના એરડા સ્પીડવે ખાતે સિલેક્શન ટ્રાયલ્સ યોજાયો હતો. ગુજરાત સહિત દેશના વિવિ

    વડોદરા:  UK માં આવતા વર્ષે યોજાનાર ફોર્મ્યુલા વિમેન રેસ માટે સિંધરોટના એરડા સ્પીડવે ખાતે સિલેક્શન ટ્રાયલ્સ યોજાયો હતો. ગુજરાત સહિત દેશના વિવિધ આઠ રાજ્યમાંથી કુલ 22 ફિમેલ ડ્રાઇવર્સ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. બેસ્ટ પર્ફોન્સના આધારે પસંદ થનાર 2 ડ્રાઇવર્સ UK માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે.

    દેશની વિમેન ડ્રાઇવર્સને મોટર સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટે ઓટોગુરુ ઇન્ડિયા અને યુકે ફોર્મ્યુલા વિમેન અનોખુ પ્લેટફોર્મ આપે છે. UK માં આગામી વર્ષે ફોર્મ્યુલા વિમેન રેસ યોજાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકા, કેરળ, ઉત્તરપૂર્વ અને અન્ય રાજ્યોમાંથી કુલ 22 વિમેન્સ ડ્રાઇવર્સ વડોદરામાં આવી હતી. ગઈકાલે ઓટોમોટિવ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ( ASDC ) દ્વારા વિમેન્સ ડ્રાઇવર્સને રેસ ટ્રેર્ક પર ડ્રાઇવિંગ કરવા માટે વિશેષ ટિપ્સ આપવામાં આવી હતી.

    વડોદરામાં દેશનો સૌપ્રથમ સિલેક્શન ટ્રાયલ્સ સિંધરોટ સ્થિત એરડા સ્પીડવે ખાતે યોજાયો હતો. બિઝેનસ વિમેન, કેન્સરની ડૉક્ટર સહિત મુંબઇની એડવોકેટ સહિતની વિમેન્સ ડ્રાઇવર્સે ટ્રેક પર ડ્રાઇવિંગની કુશળતા બતાવી હતી. સિલેક્શન ટ્રાયલ્સમાં વિમેન્સ ડ્રાઇવર્સનું ડ્રાઇવિંગ, ગો કાર્ટિંગ, ફિટનેસ, મીડિયા અને લેખિત કસોટી જેવા વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ: એરપોર્ટ સુરક્ષાની સુવિધામાં વધારો, 3 મેટલ ડિટેક્ટર અને 1 X-Ray બેગેજ મશિન ઉમેરાયા

    વકીલાત સાથે મુંબઇમાં ડ્રાઇવિંગના પેશન માટે સમય ફાળવું છું.

    વર્ષ 2019 માં મે કોઈમ્બતુરમાં ઓલ ઈન્ડિયા ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો. ત્યારબાદ J & K ટાયર નેશનલ રેસિંગમાં પણ ભાગ લીધો હતો. વકિલાત સાથે હું મુંબઇમાં ડ્રાઇવિંગના પેશન માટે હું ખાસ સમય ફાળવું છે. મોટર સ્પોર્ટ્સમાં ભારતમાં ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ સ્પોર્ટ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવાની સારી તક છે. પુરૂષો સાથે પણ અગાઉ રેસ કરી છે, તેવું નતાશા પુરી, મુંબઇ એ જણાવ્યું.

    આ પણ વાંચો: જૂનાગઢ: 'પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન' પાંચ ક્લાકમાં એક કન્ટેનર કચરાનો થયો નિકાલ

    એલિમિનેશન રાઉન્ડના વિજેતા પૈકી 6 ડ્રાઇવર્સ જીટી કપમાં ભાગ લેશે.

    UK માં 28 દેશોની 47 વિમેન્સ ડ્રાઇવર્સ વચ્ચે કાંટે કી ટક્કર થશે. આ પહેલાં UK માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં યોજાનાર એલિમિનેશન રાઉન્ડમાં 12 વિમેન્સે શૂટ આઉટ એપિસોડમાંથી પસાર થવું પડશે. 12 પૈકી 6 વિજેતા વિમેન્સ ડ્રાઇવર્સ UK માં મેકલેરેન જીટી કપ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन